________________
| પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.—૧
[ ૭૫]
ત્યારપછી તે તુરંત ઉત્પન્ન થયેલા જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષ્ઠરાજ ચંદ્ર પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત થયા, યથા– આહારપર્યાપ્તિ, શરીરપર્યાપ્તિ, ઈન્દ્રિયપર્યાપ્તિ, શ્વાસોચ્છવાસપર્યાપ્તિ અને ભાષામન:પર્યાપ્તિ . |८ चंदस्स णं भंते ! जोइसिंदस्स जोइसरण्णो केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! पलिओवमं वाससयसहस्सब्भहियं ।
एवं खलु गोयमा ! चंदस्स जोइसिंदस्स जोइसरण्णो सा दिव्वा देविड्डी जाव अभिसमण्णागया । ભાવાર્થ - હે ભગવન્! જ્યોતિર્મેન્દ્ર, જ્યોતિષ્ઠરાજ ચંદ્રની કેટલી સ્થિતિ છે? હે ગૌતમ! એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની સ્થિતિ કહી છે.
હે ગૌતમ! આ પ્રમાણે તે જ્યોતિષરાજ ચંદ્ર તે દિવ્ય દેવઋદ્ધિ પ્રાપ્ત કરી છે.
'વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અંગતિ અણગારની આદર્શ તપ-સંયમ સાધનાનું પ્રતિપાદન છે.
તેમણે તીર્થંકર પાસે દીક્ષિત થઈને, સ્થવિરો પાસે અગિયાર અંગનું અધ્યયન કર્યું; માસખમણ સુધીની વિવિધ અને વિચિત્ર તપસ્યા કરી; અંતે ૧૫ દિવસનો સંથારો કર્યો અને કાલધર્મ પામી જ્યોતિષી દેવમાં ચંદ્રદેવ તરીકે ઉત્પન્ન થયા.
ભગવતી સૂત્રાનુસાર સંયમીની ગતિ વૈમાનિકદેવની જ થાય છે. પરંતુ અંગતિ અણગાર જ્યોતિષી દેવ તરીકે ઉત્પન્ન થયા. શાસ્ત્રકારે તેના સમાધાન માટે વિદિય સાપ શબ્દનો પ્રયોગ કર્યો છે.
નિરાદિ સામw :- સંયમની વિરાધના કરીને. સંયમની વિરાધના આ શબ્દ ઘણો ગંભીર અને વિશાળ છે. તેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેની વિરાધના સમાવિષ્ટ થઈ જાય છે.
ચારિત્રના મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરનાર બકુશ કે પ્રતિસેવના નિગ્રંથો કાળધર્મ પામીને વૈમાનિકની ગતિ પામે છે. પરંતુ ચારિત્રની વિરાધના સાથે દર્શન વિરાધક જ ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષીમાં ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વી મનુષ્યો જ ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવનું આયુષ્ય બાંધે
આયુષ્ય બંધના ઉપરોક્ત સિદ્ધાંતથી સ્પષ્ટ થાય છે કે અંગતિ અણગારે પૂર્વે મિથ્યાત્વાવસ્થામાં જ્યોતિષી દેવનું આયુષ્ય બાંધ્યું હોય, તો જ તેની જ્યોતિષી દેવમાં ઉત્પત્તિ સંભવે છે.
સૂત્રમાં અંગતિ અણગારની ઉચ્ચ પ્રકારની તપ-સંયમ સાધનાના વર્ણન સાથે તેને માટે વિદિય