________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
ઈત્યાદિ ઉવવાઈ સૂત્ર વર્ણિત શ્રમણ ભગવાન મહાવીરની સમાન વિશેષણોથી યુક્ત પરંતુ વિશેષતા એ છે કે તે નવ હાથની અવગાહનાવાળા અને સોળ હજાર શ્રમણો તથા આડત્રીસ હજાર સાધ્વીઓના સમુદાયની સાથે વિહાર કરતાં યાવત્ કોષ્ઠક નામના ઉદ્યાનમાં પધાર્યા. પરિષદ દર્શનાર્થે નીકળી. |६ तए णं से अङ्गई गाहावई इमीसे कहाए लद्धटे समाणे हटे, जहा कत्तिओ सेट्ठी तहा णिग्गच्छइ जाव पज्जुवासइ । धम्म सोच्चा णिसम्म, जं णवरं देवाणुप्पिया! जेट्टपुत्तं कुटुंबे ठावेमि, तए णं अहं देवाणुप्पियाणं अंतिए जाव पव्वयामि । जहा गङ्गदत्ते तहा पव्वइए जाव गुत्तबंभयारी । ભાવાર્થ :- ત્યાર પછી તે અંગતિ ગાથાપતિ ભગવાન પાર્શ્વનાથના પદાર્પણના સમાચાર સાંભળી, હર્ષિત થયા. કાર્તિકશેઠની જેમ પોતાના ઘરેથી નીકળ્યા યાવત્ વંદન–નમસ્કાર કરી ભગવાનની પર્યપાસના કરી, ધર્મને સાંભળીને, હૃદયમાં ધારીને તેણે ભગવાનને આ પ્રમાણે પ્રાર્થના કરી- હે ભગવન્! હું મારા મોટા પુત્રને કુટુંબનો ભાર સોંપીને આપની પાસે સંયમ ગ્રહણ કરવા ઈચ્છું છું. ત્યારપછી ભગવતી સૂત્રવર્ણિત ગંગદત્તની જેમ તેણે દીક્ષા લીધી યાવતું ગુપ્ત બ્રહ્મચારી અણગાર થઈ ગયા.
અંગતિ અણગારનો દેવ રૂપે જન્મ :
७ तए णं से अङ्गई अणगारे पासस्स अरहओ तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस अङ्गाई अहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थ जाव विचित्तेहिं तवोकम्मेहि अप्पाणं भावेमाणे बहूई वासाइं सामण्णपरियागं पाउणइ, पाउणित्ता अद्धमासियाए सलेहणाए तीस भत्ताइ अणसणाए छेइत्ता विराहियसामण्णे कालमासे कालं किच्चा चंदवडिसए विमाणे उववाय सभाए देवसयणिज्जसि देवदूसंतरिए चंदे जोइसिंदत्ताए उववण्णे ।
तए णं से चंदे जोइसिंदे जोइसियराया अहुणोववण्णे पंचविहाए पज्जत्तीए पज्जत्तीभावं गच्छइ, तं जहा- आहारपज्जत्तीए सरीरपज्जत्तीए इंदियपज्जत्तीए सासोसास- पज्जत्तीए भासमणपज्जत्तीए । ભાવાર્થ :- ત્યારપછી અંગતિ અણગારે અહંત પાર્શ્વનાથના તથારૂપ સ્થવિરો પાસે સામાયિક આદિથી લઈને અગિયાર અંગોનો અભ્યાસ કર્યો. અભ્યાસ કરીને ચતુર્થભક્ત (ઉપવાસ) આદિ વિવિધ તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતાં ઘણા વર્ષો સુધી શ્રમણપર્યાયનું પાલન કરીને, અર્ધમાસિક સંલેખના– પૂર્વક અનશનદ્વારા ત્રીસ ભક્ત(ભોજન)નો ત્યાગ કરીને, મૃત્યુ સમયે કાળ કરીને સંયમ વિરાધનાના કારણે ચંદ્રાવતંસક વિમાનની ઉપપાત સભામાં દેવદૂષ્યથી આચ્છાદિત દેવશયામાં જ્યોતિષે ચંદ્ર રૂપે ઉત્પન્ન થયા.