________________
[ ૭૦]
શ્રી નિરયાવલિકા સૂત્ર
' ત્રીજો વર્ગ : પુષ્પિકા
પ્રથમ અધ્યયન : ચંદ્રદેવ
અધ્યયન પ્રારંભ :| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं दोच्चस्स वग्गस्स कप्पवडिसियाणं अयमढे पण्णत्ते, तच्चस्स णं भंते ! वग्गस्स पुप्फियाणं के अढे पण्णत्ते ?
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवङ्गाणं तच्चस्स वग्गस्स पुप्फियाणं दस अज्झयणा पण्णत्ता । तं जहा
चंदे सूरे सुक्के, बहुपुत्तिय पुण्ण माणिभद्दे य । दत्ते सिवे बले य, अणाढिए चेव बोद्धव्वे ॥
ભાવાર્થ :- હે ભગવન! જો મોક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ઉપાંગ સૂત્રના બીજા વર્ગ કલ્પાવર્તાસિકાનો આ ભાવ પ્રતિપાદિત કર્યો છે, તો હે ભગવન્! તૃતીય વર્ગ પુષ્યિકામાં ક્યા ભાવ પ્રરૂપિત કર્યા છે?
હે જંબૂ! મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે ઉપાંગ સૂત્રના તૃતીયવર્ગ પુષ્પિકાના દશ અધ્યયન કહ્યાં છે, તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) શુક્ર (૪) બહુ પુત્રિકા (૫) પૂર્ણભદ્ર (૬) મણિભદ્ર (૭) દત્ત (૮) શિવ (૯) બલ (૧૦) અનાદત.
વિવેચન :
પહેલાં અને બીજા વર્ગમાં ૧૦–૧૦ અધ્યયનોમાં શ્રેણિકના પુત્ર અને પૌત્રોનું વર્ણન છે. તે સર્વે કથાનક અંતિમ તીર્થકર ભગવાન મહાવીરના શાસનના છે.
- પ્રસ્તુત સૂત્રમાં ત્રીજા વર્ગના દશ અધ્યયનોનો નામ નિર્દેશ છે. આ દશે જીવો પૂર્વ ભવમાં ભગવાન પાર્શ્વનાથના શાસનમાં ધર્મનો બોધ પામ્યા હતા. તેઓનો વર્તમાન ભવ દેવરૂપે વર્ણિત છે અને ભવિષ્યમાં તે દશ મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષે જશે. | २ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुफियाणं