________________
પુષ્ટિકા વર્ગ
ત્રીજો વર્ગ
પુષ્પા
Fe
પરિચય :
પ્રથમ બે વર્ગમાં કેવળ શ્રેણિક રાજાના પરિવારિકજનોનું જીવન વૃત્તાંત છે. જ્યારે ત્રીજા વર્ગમાં કોઈ પણ એક પરિવારના વ્યક્તિઓનું નિરૂપણ નથી. તેમજ દસે અધ્યયનના દર્સ વ્યક્તિઓનો પરસ્પર સાંસારિક કોઈ સંબંધ પણ નથી. તે સર્વે વિખરાયેલા સ્લની જેમ જુદા-જુદા હોવાથી આ વર્ગનું નામ પુષ્પિકા છે. દસે અઘ્યયનનો સાર સ્વતંત્ર રીતે અધ્યયનના પ્રારંભમાં આપ્યો છે.
દશ અધ્યયનમાં ક્રમશઃ (૧) જ્યોતિષી ચંદ્રદેવના ત્રણ ભવ (૨) સૂર્યદેવના ત્રણ ભવ (૩) મહાગ્રહ શુક્રદેવના ત્રણ ભવ (૪) બહુપુત્રિકા દેવીના પાંચ ભવનું વર્ણન છે. અંતે (૫–૧૦) પૂર્ણભદ્ર આદિ દરેકના ત્રણ-ત્રણ ભવનું સંક્ષપ્ત વર્ણન છે.
પ્રથમ અધ્યયન
પ્રસ્તુત અધ્યયન ચન્દ્રદેવના પૂર્વભવનું જીવનદર્શન છે.
ઃ
ચંદ્રદેવ :- એકદા ચંદ્રદેવ પ્રભુ મહાવીરના દર્શનાર્થે ભરતક્ષેત્રમાં આવ્યા. પ્રભુના દર્શન કરીને ૩ર પ્રકારની નાટયવિધિ બતાવીને તથા પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કરીને સ્વસ્થાને ગયા. ત્યારપછી ગૌતમ સ્વામીની જિજ્ઞાસાના સમાધાનાર્થે પ્રભુએ ચંદ્રદેવનો પૂર્વ ભવ કર્યો.
પૂર્વભવ ! – શ્રાવસ્તી નગરીમાં અંગતિ નામના ધનસંપન્ન શેઠ રહેતા હતા. તે અનેક લોકોને આલંબનભૂત, આધારભૂત અને માર્ગદર્શક હતા.
એકદા પાર્શ્વનાથ ભગવાન ત્યાં પધાર્યા. અંગત શેઠ ભગવાનના દર્શન કરવા ગયા. ધર્મદેશના સાંભળી, સંસારથી વિરક્ત થયા. પુત્રને કુટુંબનો ભાર સોંપી ભગવાન પાસે દીક્ષિત થયા. અગિયાર અંગનો અભ્યાસ કર્યો. વિવિધ તપશ્ચર્યાઓ કરી. તપસંયમની સાધનાના અંતે પંદર દિવસનો સંથારો કરી, આયુષ્ય પૂર્ણ થતાં ચંદ્ર વિમાનમાં ઈન્દ્રપણે ઉત્પન્ન થયા. સંયમની આરાધનામાં કંઈક ઉણપ રહેવાથી વિરાધક થયા.
વર્તમાનમાં આપણે જે વિમાનને જોઈએ છીએ, તેમાં આ અંગતિનો જીવ ઈન્દ્ર રૂપે છે. ત્યાં તેની ચાર અગ્રમહિષી દેવી, ૪૦૦૦ સામાનિક દેવ, ૧૦૦૦ આત્મરક્ષક દેવ આદિ ઋદ્ધિ છે.
ચંદ્રદેવ પોતાની એક લાખ વર્ષ સાધિક એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરીને, મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને, સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે.
નાક કામ ક