________________
૬૮
]
શ્રી નિરયાવલિકાસંa
અણગાર બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા છે. ત્યાં તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે છે
(૧) સૌધર્મ દેવલોકમાં બે સાગરોપમની (૨) ઈશાન દેવલોકમાં સાધિક બે સાગરોપમ (૩) સનત્કુમાર દેવલોકમાં સાત સાગરોપમ (૪) માહેન્દ્ર દેવલોકમાં સાધિક સાત સાગરોપમ (૫) બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમ (૬) લાંતક દેવલોકમાં ચૌદ સાગરોપમ (૭) મહાશુક્ર દેવલોકમાં સત્તર સાગરોપમ (૮) સહસાર દેવલોકમાં અઢાર સાગરોપમ (૯) પ્રાણત દેવલોકમાં વીશ સાગરોપમ (૧૦) અશ્રુત દેવલોકમાં બાવીસ સાગરોપમ. વર્ગનો ઉપસંહાર :| ५ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कप्पवडिसियाणं दस अज्जयणाणं अयमढे पण्णत्ते । -त्ति बेमि । ભાવાર્થ :- હે જંબુ! આ પ્રમાણે મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે કલ્પાવર્તાસિકા વર્ગના દસ અધ્યયનોમાં આ પ્રકારના ભાવોનું નિરૂપણ કર્યું છે. ઉપસંહાર :
એક જ પરિવારના દરેક જીવોની પોતપોતાના કર્મો અનુસાર ગતિ થાય છે. પિતા અને પુત્રો નરકમાં, માતા મોક્ષમાં, પૌત્રો સ્વર્ગમાં ગયા છે.
તે સર્વ જીવોને પુણ્યયોગે ભૌતિક સામગ્રી સમાન મળી હતી. પિતા, પુત્ર, માતા, પૌત્રો બધા એક જ રાજ્યના, એક જ પરિવારના સદસ્યો હતા, પણ પ્રાપ્ત સામગ્રીને કોઈકે ત્યાગી, કોઈક તેમાં આસક્ત બન્યા, કોઈકે તેના જ નિમિત્તે ઈર્ષા, વેરઝેર, ક્રોધાદિ ભાવો કર્યા અને તે પોતપોતાના ભાવાનુસાર ભિન્ન ભિન્ન ગતિને પામ્યા.
પુણ્યના ઉદયે સામગ્રી મળવા માત્રથી વ્યક્તિ પુણ્યશાળી કહેવાતી નથી. પુણ્યશાળી તો તે જ છે જે પ્રાપ્ત સામગ્રીનો સ્વેચ્છાએ ત્યાગ કરી, મનુષ્ય ભવની અમૂલ્ય ક્ષણોને આત્મ સાધનામાં પસાર કરે; સંપતિ–પરિવારાદિની અનિત્યતા સમજી તેની આસક્તિ ત્યાગે. તે આત્માઓ દેવાદિ સુગતિને પામે છે અને તપ તપ-ત્યાગની સાધનાની પરાકાષ્ટાએ પહોંચી, સંપૂર્ણતયા અનાસક્ત બની સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે.
જે ધન, સંપત્તિ, પરિવારાદિમાં આસક્ત રહે, તેના કારણે ક્રોધ, લોભ આદિ કષાય કરે છે તેઓ અજ્ઞાની–બાલ જીવો છે. તે મૂર્ખની જેમ મનુષ્યભવ વ્યર્થ ગુમાવી, અનંત કર્મોનો ભાર લઈને નરક, તિર્યંચ ગતિના મહેમાન બની દુઃખો ભોગવે છે.
છે વર્ગ-ર અધ્ય.-ર થી ૧૦ સંપૂર્ણ છે.