________________
' કપાવતસિકા વર્ગ–૨: અધ્ય.-૨ થી ૧૦
[ ૬૭]
દીક્ષા લઈ મહાવિદેહક્ષેત્રમાંથી સિદ્ધ થશે. વિશેષ એ છે કે મહાપદ્મ મુનિ કાલધર્મ પામી ઈશાન કલ્પમાં ઉત્પન્ન થયા. ત્યાં તેની સાધિક બે સાગરોપમની સ્થિતિ જાણવી. | ४ एवं सेसा वि अट्ठ अज्झयणा णेयव्वा पढम सरिसा । मायाओ सरिस णामाओ । कालाईणं दसण्हं पुत्ताणं आणुपुव्वीए
दोण्हं च पंच, चत्तारि तिण्हं, तिण्हं च होंति तिण्णे व ।
दोण्हं च दोण्णि वासा, सेणिय णत्तूण परियाओ ॥ १ ॥
उववाओ आणुपुव्वीए- पढमो सोहम्मे, बीओ ईसाणे, तइओ सणंकुमारे, चउत्थो माहिंदे, पंचमो बंभलोए, छट्ठो लंतए, सत्तमो महासुक्के, अट्ठमो सहस्सारे, णवमो पाणए, दसमो अच्चुए । सव्वत्थ उक्कोसट्ठिई भाणियव्वा । महाविदेहे सिज्झिहिंति । ભાવાર્થ :- આ પ્રમાણે શેષ આઠ અધ્યયનો જાણવા. માતાઓના નામ પુત્રના નામની સમાન છે, જેમ કે- ભદ્ર કુમારની માતા ભદ્રા, સુભદ્રકુમારની માતા સુભદ્રા વગેરે. કાલકુમાર આદિ દશે કુમારોના પધ વગેરે દશે પુત્રોની દીક્ષા પર્યાય અનુક્રમે આ પ્રમાણે હતી
ગાથાર્થ (૧-૨) પદ્ધ અને મહાપા અણગારની પાંચ-પાંચ વર્ષની; (૩–૫) ભદ્ર, સુભદ્ર અને પદ્મભદ્રની ચાર–ચાર વર્ષ;(–૮) પદ્યસેન, પદ્મગુલ્મ અને નલિની ગુલ્મની ત્રણ-ત્રણ વર્ષની;(૯૧૦) આનંદ અને નંદનની દીક્ષા પર્યાય બે-બે વર્ષની હતી.
તેઓનો દેવલોકમાં ઉપપાત(જન્મ) અનુક્રમથી આ પ્રમાણે જાણવો– પ્રથમનો(પદ્રકુમારનો) સૌધર્મદેવલોકમાં, બીજાનો ઈશાન દેવલોકમાં, ત્રીજાનો સનસ્કુમાર દેવલોકમાં, ચોથાનો માહેન્દ્રદેવલોકમાં, પાંચમાનો બ્રહ્મ દેવલોકમાં, છટ્ટાનો લાંતક દેવલોકમાં, સાતમાનો મહાશુક્ર દેવલોકમાં, આઠમાનો સહસાર દેવલોકમાં, નવમાનો પ્રાણત દેવલોકમાં અને દશમાનો અય્યત દેવલોકમાં. તે સર્વે ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થયા અને ત્યાંથી ચ્યવી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધ થશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં આ વર્ગના દશે અધ્યયનની સંક્ષિપ્ત પાઠથી પરિસમાપ્તિ કરીને તેમાં રહેલી ભિન્નતા કે સમાનતાનો સંકેત કર્યો છે. ભિન્નતા – દશે અણગારોની દીક્ષા પર્યાય બે વર્ષથી પાંચ વર્ષ સુધીની ઉત્કૃષ્ટ હતી, તે સૂત્ર પાઠથી સ્પષ્ટ છે. સંયમની આરાધના કરી તે દશે ભાઈ સૌધર્મ આદિ જુદા જુદા દેવલોકમાં ગયા છે, તે પણ સૂત્ર પાઠથી સ્પષ્ટ છે.
દશ ભાઈ છે અને દેવલોક બાર છે, તેમાં નવમા અને અગિયારમાં દેવલોકમાં કોઈનો ઉ૫પાત થયો નથી. શેષ દશમાં અનુક્રમે ગયા છે. જેમ કે પહેલા પદ્મ અણગાર પ્રથમ દેવલોકમાં અને દશમાં નંદન