________________
| F
શ્રી નિરયાવલિકા સૂત્ર
| વર્ગ-ર અધ્ય. ર થી ૧૦ - મહાપદ્માદિકુમારો
મહાપદ્મકુમાર :| १ जइ णं भंते समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कप्पवडिसियाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, दोच्चस्स णं भंते ! अज्झयणस्स के अढे पण्णत्ते ? ભાવાર્થ :- હે ભંતે ! જો મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાને કલ્પાવર્તાસિકાના પ્રથમ અધ્યયનના પૂર્વોક્ત ભાવ કહ્યા છે, તો હે ભગવન્! તેઓએ બીજા અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે? | २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था । पुण्णभद्दे चेइए । कूणिए राया । पउमावई देवी । तत्थ णं चंपाए णयरीए सेणियस्स रण्णो भज्जा कूणियस्स रण्णो चुल्लमाउया सुकाली णामं देवी होत्था । तीसे णं सुकालीए पुत्ते सुकाले णामं कुमारे होत्था वण्णओ। तस्स ण सुकालस्स कुमारस्स महापउमा णाम देवी होत्था वण्णओ । ભાવાર્થ :- હે જંબૂ! તે કાળે તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું. ત્યાં કોણિક રાજા રાજ્ય કરતા હતા. તેને પદ્માવતી રાણી હતી. તે જ ચંપા નગરીમાં શ્રેણિક રાજાની રાણી કોણિક રાજાની વિમાતા સુકાલી નામની રાણી હતી. તે સુકાલીનો પુત્ર સુકાલ નામનો રાજકુમાર હતો. તેને મહાપદ્મા નામની પત્ની હતી. તે સુકુમાર આદિવિશેષણ યુક્ત હતી. નિગરી, ઉધાન, રાજા, રાજકુમાર, રાણી વગેરેનું વિસ્તૃત વર્ણન પૂર્વવત્ જાણવું | ३ तए णं सा महापउमा देवी अण्णया कयाइ तंसि तारिसगंसि वासघरंसि एवं तहेव, महापउमे णामं दारए जाव सिज्झिहिइ । णवरं ईसाणे कप्पे उववाओ। उक्कोसट्टिईओ । ભાવાર્થ :- મહાપદ્મા દેવીએ કોઈ એક રાત્રિએ અતિ ઉત્તમ વાસગૃહમાં સુખદ શય્યા પર સૂતાં સ્વપ્ન જોયું વગેરે પૂર્વવત્ વર્ણન કરવું જોઈએ. બાળકનો જન્મ થયો. તેનું નામ મહાપદ્મ રાખ્યું યાવતું તે