________________
કલ્પાવતાસિકા વર્ગ-૨ : અધ્ય.-૧
પ
યાવત્ તે પદ્મ અણગાર અનશન દ્વારા સાઠ ભક્ત ભોજનને છોડી, આલોચના–પ્રતિક્રમણ કરી, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા આદિ જ્યોતિષ્ક વિમાનોની ઉપર સૌધર્મ કલ્પમાં બે સાગરોપમની સ્થિતિએ દેવ રૂપે ઉત્પન્ન થયા.
९ से णं भंते ! पउमे देवे ताओ देवलोगाओ आउक्खएणं पुच्छा ? गोयमा ! महाविदेह वासे जहा दढपइण्णो जाव अंतं काहिइ ।
ભાવાર્થ :- હે ભગવન્ ! તે પદ્મદેવ આયુ(ભવ અને સ્થિતિ)ક્ષય થતાં તે દેવલોકથી ચ્યવીને ક્યાં ઉત્પન્ન થશે ?
ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ દઢ પ્રતિજ્ઞની જેમ યાવત્ જન્મ-મરણનો અંત કરશે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પદ્મકુમારનો મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ, દીક્ષા અને મોક્ષ પ્રાપ્તિનું સંક્ષિપ્ત વર્ણન છે.
તે વર્ણન માટે સૂત્રકારે ના ૬૪ પળે પાઠ આપ્યો છે. શ્રી ઔપપાતિક સૂત્રમાં અંબડ પરિવ્રાજકના આગામી ભવનું વર્ણન છે. અંબડનો જીવ કાલધર્મ પામી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરશે. ત્યાં તેનું નામ દઢ પ્રતિજ્ઞ રાખશે. ત્યાં તેના જીવનનું મોક્ષ પ્રાપ્તિ પર્યંતનું વર્ણન મૂળપાઠમાં છે. તે પ્રમાણે અહીં સમજવું. અર્થાત્ પદ્મકુમાર પણ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી, મોક્ષ ગતિને પ્રાપ્ત કરશે. અન્ય અનેક આગમમાં 'ના ૬૪ પળે' પાઠનો સંકેત છે.
અધ્યયન ઉપસંહાર ઃ
१० तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कप्पवडिंसियाणं पढमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते । -त्ति बेमि ।
ભાવાર્થ :- આ પ્રમાણે હે જંબૂ ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે કલ્પાવતંસિકા વર્ગના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે.
~
|| વર્ગ-ર અધ્ય.-૧ સંપૂર્ણ |