________________
|
૬૪ |
શ્રી નિરયાવલિકા સૂત્ર
આરાધનાથી શુષ્ક-રૂક્ષ થઈ ગયા તેમજ ધર્મ જાગરણ કરતાં તેને સંલેખના-સંથારાના ભાવ થયા. મેઘકુમારની જેમ શ્રમણ ભગવાનને પૂછીને, વિપુલગિરિ પર જઈને યાવત્ પાદપોપગમન સંથારો અંગીકાર કર્યો. |७ एवं से पउमे अणगारे तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाइं ए क्कारस अङ्गाई अहिज्जित्ता, बहुपडिपुण्णाई पंच वासाइं सामण्णपरियागं पाउणित्ता, मासियाए संलेहणाए अप्पाणं झोसेत्ता, सर्द्धि भत्ताइ अणसणाएछेदित्ता आणुपुव्वीए कालगए । थेरा ओइण्णा । ભાવાર્થ :- આ રીતે તે પદ્મ અણગાર તથારૂપ સ્થવિરો પાસેથી સામાયિક આદિથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કરી, પૂર્ણ પાંચ વર્ષની શ્રમણ પર્યાયનું પાલન કરી, એક માસની સંખના દ્વારા શરીર તથા કષાયોને કૃશ કરી, સાઠ ભક્તોનું છેદન કરી, અનુક્રમે કાલધર્મ પામ્યા. તેને કાલગત જાણી, સ્થવિરો ભગવાન પાસે આવી ગયા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પદ્મ અણગારની સાધનાનું સંક્ષિપ્ત વર્ણન છે. પદ્મ અણગારે પાંચ વર્ષની અલ્પ દીક્ષા પર્યાયમાં અગિયાર અંગનું અધ્યયન, ઉપવાસથી લઈને માસખમણ સુધીની વિવિધ તપસ્યાઓ અને અંતે એક માસની સંલેખના કરી.
આ સૂત્રના વર્ણન અનુસાર જેના પિતા અને પિતામહ-દાદા નરકગામી થયા હોય તોપણ તેના પૌત્ર ઉત્કૃષ્ટ કોટિની તપ-સંયમની સાધના અને જ્ઞાનની આરાધના કરીને, સદ્ગતિને પ્રાપ્ત કરી શકે છે. વ્યક્તિની સાધના સ્વતંત્ર છે. તેના કર્મો વ્યક્તિગત છે. તેથી ગમે તે વ્યક્તિ ગમે તે પરિસ્થિતિમાં આત્મોત્થાન કરી શકે છે.
વિચિત્ર તપ - આશ્ચર્યજનક અથવા અભુત તપ. લઘુસિંહ નિષ્ક્રીડિત તપ, મહાસિંહ નિષ્ક્રીડિત તપ, ભિક્ષુ પ્રતિમા આદિ અભિગ્રહ વગેરે જે તપસ્યાઓનું વર્ણન વાંચતાં અને સાંભળતાં આશ્ચર્ય અને રોમાંચ થાય તે તપ વિચિત્ર કહેવાય છે.
પદ્મ અણગારનું ભાવી :
८ भगवं गोयमे पुच्छइ, सामी कहेइ जाव सढि भत्ताई अणसणाए छेइत्ता आलोइयपडिक्कंते उ8 चंदिम सूर गहगण णक्खत्त तारारूवाणं सोहम्मे कप्पे देवत्ताए उववण्णे । दो सागराइं ठिई । ભાવાર્થ :- ગૌતમ સ્વામીએ ભગવાનને પદ્મમુનિના ભવિષ્યના વિષયમાં પ્રશ્ન કર્યો. ભગવાને કહ્યું