SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ કહપાવતાંસિકા વર્ગ-૨: અધ્ય.-૧ ૩ | જન્મોત્સવ આદિ સર્વ વૃત્તાંત મહાબલકુમારની જેમ જાણવું. વાવ તેનું નામકરણ કરવામાં આવ્યું કેઅમારો આ બાળક કાલકુમારનો પુત્ર તથા પદ્માવતી દેવીનો આત્મજ છે, તેથી અમારા આ બાળકનું નામ પા રહેશે. શેષ સર્વ વર્ણન મહાબલની જેમ જાણવું. યૌવનવયે આઠ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. આઠ-આઠ વસ્તુઓ દહેજમાં આપવામાં આવી યાવતું તે પદ્રકુમાર મહેલની મેડી પર સુખપૂર્વક રહેવા લાગ્યા. એકદા ભગવાન મહાવીર સ્વામી તે નગરીમાં પધાર્યા. પરિષદ ધર્મ શ્રવણ માટે નીકળી. કોણિક પણ વંદનાર્થે ગયા. મહાબલ કુમારની જેમ પદ્મકુમાર પણ દર્શન–વંદનાર્થે નીકળ્યા; ઉપદેશ શ્રવણ કરતાં તેને વૈરાગ્ય ભાવ જાગૃત થયો. મહાબલ કુમારની જેમ માતા-પિતાની આજ્ઞા લઈ તેણે દીક્ષા લીધી. ઈર્યા સમિતિવંત યાવત ગુપ્ત બ્રહ્મચારી અણગાર થઈ ગયા. વિવેચન : આ એક જ સૂત્રમાં પદકુમારનું ગર્ભમાં અવતરણ, નામકરણ, પાણિગ્રહણ વગેરે દીક્ષા લેવા પર્યતનું વર્ણન અત્યંત સંક્ષિપ્તમાં સમાવિષ્ટ છે. મહાવસ:- ભગવતી સૂત્ર શતક ૧૧માં મહાબલ કુમારનું વિસ્તૃત વર્ણન છે. આ સૂત્રમાં પદ્મકુમારનું સંક્ષિપ્ત વર્ણન છે. તેથી સ્વપ્ન દર્શન, સ્વપ્ન પાઠકોનું આગમન, ગર્ભ ધારણ, સંરક્ષણ, જન્મ, સુર્ય-ચંદ્ર દર્શન, નામકરણ વગેરે અનેક પ્રસંગોના વર્ણન મહાબલ કુમારની સમાન જાણવા. અન્ય શાસ્ત્રોમાં પણ આવા વર્ણનો માટે વિશેષ કરીને મહાબલ કુમારના વર્ણનનો અતિદેશ (સૂચન) કરવામાં આવે છે. પદ્મ અણગારની તપ-સંયમ સાધના :| ५ तए णं से पउमे अणगारे समणस्स भगवओ महावीरस्स तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई एक्कारस अङ्गाई अहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थछट्ठम जाव विचित्तेहिं तवो कम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ ।। ભાવાર્થ :- ત્યાર પછી તે પદ્મ અણગારે શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરોની પાસે સામાયિક આદિ અગિયાર અંગોનો અભ્યાસ કર્યો અને ઘણાં ઉપવાસ, છઠ-અટ્ટમ આદિ વિવિધ પ્રકારની તપ સાધનાથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. | ६ तए णं से पउमे अणगारे तेणं ओरालेणं जहा मेहो तहेव धम्मजागरिया, चिंता । एवं जहेव मेहो तहेव समणं भगवं महावीरं आपुच्छित्ता विउले पव्वए નાવ પાડો- વIST ભાવાર્થ :- ત્યાર પછી તે પદ અણગાર મેઘકુમારની જેમ તે ઉદાર, ઉત્તમ, મહાપ્રભાવશાળી તપ
SR No.008777
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages228
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy