________________
નિરયાવલિકા વર્ગ–૧ : અધ્ય.—૨ થી ૧૦
આ પ્રમાણે સમજવા
(૧) કાલીરાણી—કાલકુમાર (૨) સુકાલીરાણી—સુકાલકુમાર (૩) મહાકાલીરાણી–મહાકાલ– કુમાર (૪) કૃષ્ણારાણી-કૃષ્ણકુમાર (૫) સુકૃષ્ણારાણી–સુકૃષ્ણકુમાર (૬) મહાકૃષ્ણારાણી–મહાકૃષ્ણકુમાર (૭) વીરકૃષ્ણારાણી–વીરકૃષ્ણકુમાર (૮) રામકૃષ્ણારાણી–રામકૃષ્ણકુમાર (૯) પિતૃસેનકૃષ્ણારાણી– પિતૃસેનકૃષ્ણકુમાર (૧૦) મહાસેનકૃષ્ણારાણી–મહાસેનકૃષ્ણકુમાર.
૧૯
આ દસ અધ્યયનોમાં કાલી આદિ દસ રાણીઓ દ્વારા પ્રશ્ન પૃચ્છા અને ઉપદેશ શ્રવણનું જ વર્ણન છે. દીક્ષા લેવાનું વર્ણન અંતગડ સૂત્રમાં છે.
કાલકુમાર આદિ દસ શ્રેણિક પુત્રો નરકે ગયા, તેઓના દશ પુત્રો દીક્ષા લઈ સ્વર્ગે ગયા અને માતાઓ મોક્ષે ગઈ.
શ્રેણિક રાજા અને કોણિક રાજા પણ બંને પિતા પુત્ર નરકે ગયા.
ચેડા રાજા અને વેહલ્લકુમારનું અંતિમ વર્ણન આ સૂત્રમાં નથી પરંતુ ચેડા રાજા બાર વ્રતધારી શ્રાવક હતા. કથાઓના વર્ણન પ્રમાણે તે બંનેએ દેવ સહાયથી ભગવાનના સમવસરણમાં પહોંચી, દીક્ષા અંગીકાર કરી હતી. દેવ દ્વારા હારનું અપહરણ થયું હતું અને હાથી અગ્નિમાં પડી મૃત્યુ પામ્યો હતો. વેહલ્લકુમાર અનુત્તરોપપાતિક સૂત્ર પ્રમાણે ભગવાન મહાવીર પાસે પ્રવ્રુજિત થઈ અનુત્તર વિમાનમાં ગયા.
પરંપરામાં આ ઘટના પ્રસંગે વેહલ્લ અને વેહાયશ બે ભાઈઓ ચેડારાજાના શરણમાં ગયા, તેવો ઉલ્લેખ મળે છે પરંતુ આ સૂત્રમાં સ્પષ્ટ રૂપે એક જ કુમારનું વર્ણન છે. તત્ત્વ કેવલીગમ્ય છે.
|| વર્ગ-૧ અધ્ય.-૨ થી ૧૦ સંપૂર્ણ ॥