________________
૫૮
શ્રી નિરયાવલિકા સૂત્ર
મહાકાલકુમારાદિ
३ एवं सेसा वि अट्ठ अज्झयणा णेयव्वा पढमसरिसा, णवरं मायाओ સરિસ- ગામાઓ, સેસ તા ચેવ ।
:
ભાવાર્થ :- આ રીતે શેષ આઠ અધ્યયન પણ જાણવા જોઈએ પરંતુ વિશેષતા એ છે કે માતાઓના નામની સમાન પુત્રના નામ છે. [જેમ કે– મહાકાલી રાણીનો પુત્ર મહાકાલ, કૃષ્ણાદેવીનો પુત્ર કૃષ્ણ, સુકૃષ્ણાદેવીનો પુત્ર સુકૃષ્ણ આદિ.]શેષ સંપૂર્ણ વર્ણન પ્રથમ અધ્યયનની સમાન છે.
વર્ગનો ઉપસંહાર ઃ
४ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं णिरयावलियाणं दस अज्झयणाणं अयमट्ठे पण्णत्ते । • ત્તિ નેમિ ।
–
ભાવાર્થ :- હે જંબૂ ! આ રીતે નિર્વાણપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ નિરયાવલિકાના દસ અધ્યયનોમાં આ ભાવ પ્રરૂપ્યો છે.
વિવેચન :
પ્રથમ અધ્યયનના સુવિસ્તૃત વર્ણન પછી નવ અધ્યયનનો આ સૂત્રોમાં સંક્ષિપ્ત પાઠ છે. કારણ કે દશે ભાઈઓનું વર્ણન સમાન છે. આ રીતે દશ અધ્યયનમાં દશે ભાઈઓનું યુદ્ધમાં મૃત્યુ અને નરક ગમનનું નિરૂપણ છે. સાથે જ આ જ અધ્યયન દ્વારા દશે ભાઈઓનું મોક્ષગતિરૂપ ઉજ્જવળ ભવિષ્યનું દિગ્દર્શન પણ છે.
ઉપસંહાર :– આ રીતે કોણિક રાજાના સત્તાકીય નિર્ણયના કારણે દશ ભાઈઓનું મરણ થયું અને નાના ચેડા સાથે થયેલા આ સંગ્રામમાં ભગવતી સૂત્ર અનુસાર એક કરોડ એંસી લાખ મનુષ્યો મરણ–શરણ થયા તેમ છતાં પણ તેને હાર–હાથી મળ્યા નહીં.
આ ઘટના ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના વિચરણ કાળમાં થઈ છે. કોણિક અને ચેડા રાજા બંને ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત શ્રાવક હતા પરંતુ તથાપ્રકારની ભવિતવ્યતાના યોગે અને કર્મસંયોગે તેઓએ પ્રભુનું માર્ગદર્શન લીધું નહીં અને પ્રભુના વિચરણ કાળમાં મહાસંગ્રામ થયો.
એક વાત વિશેષ જાણવાની એ છે કે કૌરવો—પાંડવો માટે પ્રસિદ્ધ મહાભારતના યુદ્ધનો ઉલ્લેખ જૈનાગમોના મૌલિક પાઠમાં ઉપલબ્ધ નથી પરંતુ ભગવાન મહાવીરના શાસનમાં ઘટિત આ મહાસંગ્રામ જગત પ્રસિદ્ધ મહાભારતની તુલનામાં આવે તેવો છે. સતયુગ કહેવાતા કાલની આ રોમાંચકારી ઘટના છે.
દસ માતાઓ અને તેના દશ પુત્રોના નામ સંક્ષિપ્ત સૂત્રપાઠના કારણે અહીં મૂલપાઠમાં નથી. તે