________________
'નિરયાવલિકા વર્ગ-૧: અધ્ય.-૨ થી ૧૦.
વર્ગ-૧, અધ્ય. ર થી ૧૦ | સુકાલાદિકુમારો
સુકાલકુમાર :[१ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं णिरयावलियाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, दोच्चस्स णं भंते ! अज्झयणस्स णिरयावलियाण समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते? ભાવાર્થ :- હે ભંતે! મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે નિરયાવલિકાના પ્રથમ અધ્યયનમાં આ ભાવનું નિરૂપણ કર્યું છે તો હે ભગવન્! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે નિરયાવલિકાના બીજા અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે? | २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चंपा णाम णयरी होत्था । पुण्ण- भद्दे चेइए । कूणिए राया । पउमावई देवी । तत्थ णं चंपाए णयरीए सेणियस्स रण्णो भज्जा कूणियस्स रण्णो चुल्लमाउया सुकाली णामं देवी होत्था वण्णओ। तीसे णं सुकालीए देवीए पुत्ते सुकाले णामं कुमारे होत्था वण्णओ। तए णं से सुकाले कुमारे अण्णया कयाइ तिहिं दंतिसहस्सेहिं एवं जहा कालेकुमारे तं चेव णिरवसेसं भाणियव्वं जाव अंतं काहिइ ।
ભાવાર્થ :- હે જંબ! તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું. ત્યાં કોણિક રાજા નિવાસ કરતા હતા. તેને પદ્માવતી નામની પટ્ટરાણી હતી.
તે ચંપા નગરીમાં શ્રેણિક રાજાની પત્ની, કોણિક રાજાની વિમાતા, સુકાલી નામની રાણી હતી. જે સુકુમાર શરીર આદિથી યુક્ત હતી વગેરે વર્ણન જાણવું.
તે સુકાલીદેવીનો પુત્ર સુકાલ નામનો કુમાર હતો. તેનું સંપૂર્ણ વર્ણન કાલકુમારની જેમ જાણવું. તે સુકાલકુમાર એક વાર ત્રણ હજાર હાથી ઈત્યાદિ સહિત યુદ્ધમાં ગયો વગેરે સંપૂર્ણ વર્ણન કાલકુમારની જેમ જાણવું યાવતુ તે પણ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને, કર્મોનો અંત કરશે.