________________
[ ૫૬ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
કરવું ન જોઈએ. (૨) માતાના ચરણ સ્પર્શ કરવા જવાના નિમિત્તે કોણિકની ચિંતન દશામાં પરિવર્તન આવી ગયું. (૩) અભયકુમારે પોતાની બુદ્ધિ કૌશલ્યથી અસંભવ કાર્યને સંભવિત કરી બતાવ્યું. (૪) અતિ લોભનું પરિણામ શૂન્યમાં આવે છે– ન હાર મળ્યો ન હાથી અને ભાઈ હણાયા દસ સાથી. (૫) ઈર્ષ્યા કે મોહથી યુક્ત સ્ત્રીઓના તુચ્છ હઠાગ્રહથી માણસનું પતન થાય છે. તેથી મનુષ્ય તેવા સમયમાં ગંભીરતાપૂર્વક હાનિ-લાભ તથા ભવિષ્યનો વિચાર કરી સ્વતંત્ર નિર્ણય લેવો જોઈએ. (૬) યુદ્ધમાં પ્રાયઃ આત્મપરિણામો ક્રૂર હોય છે તેથી તે અવસ્થામાં મરનારા પ્રાયઃ નરકગતિમાં જાય છે. (૭) ચેલણા રાણીએ મન વિના પણ પતિની આજ્ઞાનો આદર કરી કોણિકનું લાલનપાલન કર્યું હતું.
ભૌતિક ક્ષણભંગુર વસ્તુઓની તીવ્રતમ મૂચ્છ સ્વ-પરના જીવનમાં કેવું ભયંકર નુકસાન કરે છે, તે પ્રસ્તુત કથાનકથી જાણી શકાય છે. જેમ કે ભાઈ–ભાઈ સાથે અને નાના દોહિત્રા સાથે વૈરાનુબંધ, હૃદયદ્રાવક નરસંહાર, ઘણાં જીવોની દુર્ગતિ વગેરે અનેક દુષ્પરિણામોનું સર્જન થયું.
સંસાર આવા જ અનેક સંઘર્ષોથી ભરેલો છે. પરંતુ જે કર્મના સિદ્ધાંતને સમજે છે તે સંઘર્ષો વચ્ચે પણ રાણી ચેલણાની જેમ સમાધાન શોધી લે છે.
આ રીતે કર્માધીન જીવોની પલટાતી પરિસ્થિતિનું દર્શન કરાવતું પ્રસ્તુત અધ્યયન અનેક પ્રેરણા આપે છે..
ને વર્ગ-૧ અધ્ય.-૧ સંપૂર્ણ છે.