________________
'નિરયાવલિકા વર્ગ-૧: અધ્ય.-૧
[ ૫૫ ]
કાલકુમારનું ભવિષ્ય :७१ काले णं भंते ! कुमारे चउत्थीए पुढवीए अणंतरं उव्वट्टित्ता कहिं गच्छिहिइ? कहिं उववज्जिहिइ?
गोयमा ! महाविदेहे वासे जाइंकुलाइं भवंति अड्डाई, एवं जहा दढपइण्णो जाव सिज्झिहिइ बुज्झिहिइ मुच्चिहिइ परिणिव्वाहिइ सव्वदुक्खाणं अंतं काहिइ । ભાવાર્થ :- ગૌતમ સ્વામીએ પુનઃ પ્રશ્ન કર્યો- હે ભગવન્! તે કાલ કુમાર ચોથી નરકમાંથી નીકળીને કયાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
હે ગૌતમ ! મહાવિદેહક્ષેત્રમાં ધનાઢય કુલમાં જન્મ ધારણ કરીને, (ઔપપાતિક સૂત્ર વર્ણિત)દઢ પ્રતિજ્ઞની જેમ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ મોક્ષને પામશે, સંપૂર્ણ દુઃખનો અંત કરશે. ઉપસંહાર :७२ तं एवं खलु जंबू !समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं णिरयावलियाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते ।
– રિ વેનિ ભાવાર્થ :- શ્રી સુધર્મા સ્વામીએ કહ્યું- હે જંબૂ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ નિરયાવલિકા વર્ગના પ્રથમ અધ્યયનમાં આ પ્રકારના ભાવનું નિરૂપણ કર્યું છે. આ પ્રમાણે જેવું મેં ભગવાન પાસેથી સાંભળ્યું છે, તે પ્રમાણે કહ્યું છે.
વિવેચન :
આ અધ્યયનના ચોથા સૂત્રમાં જંબૂસ્વામીનો પ્રશ્ન છે કે 'હે ભગવાન! પ્રથમ અધ્યયનમાં પ્રભુએ શું વર્ણન કર્યું છે? તે પછી સૂત્ર ૫ થી ૭૧માં તેના ઉત્તરરૂપે કાલકુમારનું વર્ણન છે અને આ ૭રમાં સૂત્રમાં અધ્યયનનું સમાપન છે.
આ અંતિમ સૂત્રના અંતે ત્તિ વેખિ શબ્દ આવે છે, તે પણ પરિસમાપ્તિ સૂચક શબ્દ છે. આ શબ્દથી સુધર્મા સ્વામી જંબુસ્વામીને જણાવે છે કે આ રીતે મેં ભગવાન પાસેથી જેમ સાંભળ્યું છે, તેમજ સર્વ વર્ણન તમને કહ્યું છે. ત્તિ વેમ શબ્દ, વિષય કે અધ્યયનની સમાપ્તિનો સૂચક શબ્દ છે. પ્રત્યેક અધ્યયનના અંતે આ શબ્દ છે ત્યાં સર્વત્ર આ જ અર્થ સમજવો.
ઉપસંહાર -
(૧) માણસ ધારે છે કંઈ અને થાય છે કંઈક અન્ય. માટે જ અનૈતિક અને અનાવશ્યક ચિંતન ક્યારે ય પણ