________________
[ ૫૪ ]
શ્રી નિરયાવલિકા સૂત્ર
जणक्खयं जणवहं जणप्पमदं जणसंवट्टकणं णच्चंतकबंधकरभीमं रुहिरकद्दमं करेमाणा अण्ण- मण्णेणं सद्धिं जुझंति । ભાવાર્થ :- બંને રાજાઓની સેનાઓના સૈનિક પોત પોતાના સ્વામીની આજ્ઞા અનુસાર મનુષ્યોનો નાશ કરતાં, મનુષ્યનો વધ-મુશલાદિથી તાડન કરતાં, મનુષ્યોનું ગદા આદિથી મર્દન કરતાં, મનુષ્યોનો સંહાર કરતાં, મસ્તક રહિત નાચતા ઘડોના સમૂહથી ભયંકર અને રણભૂમિને લોહીના કીચડવાળી બનાવતાં પરસ્પર લડવા લાગ્યા. કાલકુમારનું મૃત્યુ અને નરકગમન :[७० तए णं से काले कुमारे तिहिं दंतिसहस्सेहिं जावमणुस्सकोडीहिं गरुलवूहेणं एक्कारसमेणं खंधेणं रहमुसलं संगामं संगामेमाणे एवं जहा भगवया कालीए देवीए परिकहियं जाव जीवियाओ ववरोविए । ___ तं एयं खलु गोयमा ! काले कुमारे एरिसएहिं आरंभेहिं जाव एरिसएणं असुभकड- कम्मपब्भारेणं कालमासे कालं किच्चा चउत्थीए पंकप्पभाए पुढवीए हेमाभे णरए णेरइयत्ताए उववण्णे ।
ભાવાર્થ :- ત્યાર પછી તે કાલકુમાર ત્રણ હજાર હાથી યાવત્ ત્રણ કરોડ મનુષ્ય સાથે ગરુડબૂહના અગિયારમાં ભાગ દ્વારા રથમુસલ સંગ્રામમાં સંગ્રામ કરતાં, આ રીતે જેવું ભગવાને કાલીદેવીને કહ્યું હતું તે પ્રમાણે કાલકુમાર મૃત્યુ પામ્યા.
ભગવાને કહ્યું હે ગૌતમ ! તે કાલકુમાર આવા પ્રકારના આરંભોથી, આવા પ્રકારના અશુભ કાર્યોથી ઉત્પાદિત કર્મોના ભારથી ભારે બની, મૃત્યુના સમયે મરણ પામી, ચોથી પંકપ્રભા નરક પૃથ્વીના હેમાભ નરકાવાસમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મહાસંગ્રામના હૃદયદ્રાવક વર્ણન પછી કાલકુમારની ગતિનું કથન છે. પ્રત્યેક વ્યક્તિની ગતિ પોતાના પરિણામ પ્રમાણે જ થાય છે.
યુદ્ધના પરિણામમાં જ કાલધર્મ પામીને કાલકુમાર ચોથી નરકના 'હેમાભ' નામના નરકાવાસમાં ઉત્પન્ન થયા.
આ અધ્યયનમાં કૃણિકનું વિસ્તૃત વર્ણન હોવા છતાં તેની ગતિનો ઉલ્લેખ નથી. કથાગ્રંથો અનુસાર કૂણિકરાજા છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયા છે.