________________
[ ૬૦]
શ્રી નિયાવલિકા સત્ર
બીજે વર્ગ | કાવતસિકા
જ
જ
જ
પરિચય :
આ વર્ગમાંદસ અધ્યયન છે. જેમાં દસે જીવોના કલ્પપપન્ન દેવલોકમાં ઉત્પન્ન થવાનું પ્રતિપાદન છે. તેથી આ વર્ગનું ગુણસંપન્ન નામ કલ્પાવતસિકા છે.
પ્રથમ અધ્યયન : પદકુમાર :- પ્રાચીન કાળમાં ચંપા નામની નગરી હતી. ત્યાં કૂણિક રાજા રાજ્ય કરતા હતા. તેની અપરમાતા કાલી નામની રાણી હતી. તેને કાલકુમાર નામનો પુત્ર અને પદ્માવતી નામની પુત્રવધૂ હતી. એક વખત પદ્માવતીએ રાત્રિના સમયે સિંહનું સ્વપ્ન જોયું. તેના ફલસ્વરૂપે તેને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, તેનું નામ પદ્મકુમાર રાખ્યું. સમય વ્યતીત થતાં, પદ્મકુમારે યુવાવસ્થાને પ્રાપ્ત કરી, ત્યારે આઠ રાજકન્યાઓ સાથે તેના લગ્ન થયાં.
એક વખત ચંપાનગરીમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પાકુમાર પણ વંદન કરવા માટે ગયા; ધર્મદેશના સાંભળી; વૈરાગ્યમય વાણીથી માનવજીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો; ક્ષણિક ભોગ સુખોનું દારુણ પરિણામ અને મનુષ્ય ભવનું મહત્વ સમજાયું; વૈરાગ્ય ભાવ જાગૃત થયો. તેમણે ભગવાન સમક્ષ પ્રવ્રજ્યા અંગીકાર કરવાની ભાવના પ્રગટ કરી; પારિવારિકજનોની આજ્ઞા લઈ અને દીક્ષિત થયા. સંયમ લઈને પદ્મમુનિએ અગિયાર અંગસૂત્રોનું અધ્યયન કર્યું, તેમજ અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા શરીર અને કર્મને કૃશ કર્યા. પાંચ વર્ષ સુધી સંયમ પર્યાયનું પાલન કરી, એક માસનો સંથારો કરી, કાળધર્મ પામી તેઓ પ્રથમ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
ત્યાં બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીમહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ અંગીકાર કરી, સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મોક્ષ ગતિને પ્રાપ્ત કરશે. અધ્યયન - ૨ થી ૧૦:- પ્રથમ અધ્યયનમાં વર્ણિત કાલકુમાર આદિ દસે ભાઈઓના દશ પુત્રો અર્થાત્ શ્રેણિક રાજાના પૌત્રો અને રાજા કોણિકના ભત્રીજાઓનું કથાનક ક્રમશઃ આ એક એક અધ્યયનમાં છે. આ સર્વે આત્માઓએ ક્રમશઃ (૧) પાંચ (૨) પાંચ (૩) ચાર (૪) ચાર (૫) ચાર (૬) ત્રણ (૭) ત્રણ (૮) ત્રણ (૯) બે (૧૦) બે વર્ષ સંયમ પાળી, એક મહિનાનો સંથારો કર્યો. નવમા આનત અને અગિયારમાં આરણ તે બે દેવલોક સિવાય દશે આત્માઓ ક્રમશઃ પહેલા દેવલોકથી બારમા દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થયા.