________________
| પર |
શ્રી નિરયાવલિકા સૂત્ર
ભાવાર્થ :- ત્યાર પછી તે ચેડા રાજા સત્તાવન હજાર હાથી, સત્તાવન હજાર ઘોડા, સત્તાવન હજાર રથ તથા સત્તાવન કરોડ સૈનિકોને સાથે લઈને સર્વ ઋદ્ધિ સહિત કાવતુ વાજતે ગાજતે, સુવિધા યુક્ત પડાવ નાખતાં, પ્રાતઃ કાલે અલ્પાહાર કરતાં અને નજીક નજીક વિશ્રામ કરતાં, વિદેહ દેશની સીમામાં ચાલતાં ચાલતાં જ્યાં દેશની સરહદ હતી ત્યાં આવ્યા, આવીને પોતાની છાવણી તૈયાર કરાવી અને યુદ્ધ માટે રાજા કોણિકની રાહ જોવા લાગ્યા. ६६ तए णं से कूणिए राया सव्विड्डीए जावरवेणं जेणेव देसपंते तेणेव उवागच्छइ, उवागच्छित्ता चेडयस्स रण्णो जोयणंतरियं खंधावारणिवेसं करेइ । ભાવાર્થ :- ત્યાર પછી તે કોણિકરાજા પણ સંપૂર્ણ ઋદ્ધિ-વૈભવ સહિત યાવત વાજતે ગાજતે જ્યાં સરહદ હતી ત્યાં આવ્યો, આવીને ચેડા રાજાથી એક યોજન દૂર પોતાની છાવણી નંખાવી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કોણિક રાજા અને ચેડા રાજાની સેનાઓનું સમરાંગણમાં આવવાનું કથન છે. બંને રાજાની સેનાઓની ગણના :
રાજા હાથી
ઘોડા રથ મનુષ્ય-પાયદળ સેના કોણિકરાજા ૩૩,૦૦૦ ૩૩,૦૦૦ ૩૩,૦૦૦ ૩૩ કરોડ ચેડારાજા ૫૭,000 ૫૭,૦૦૦ ૫૭,૦૦૦ ૫૭ કરોડ કુલ ૨,૭૦,૦૦૦ વાહનો અને ૯૦ કરોડ મનુષ્યો હતા.
યુદ્ધક્ષેત્રમાં કોણિક અને ચેડારાજા પોત પોતાની જે સેના લઈને આવ્યા હતા તે સેનામાં ર,૭0,000 વાહન અને ૯૦ કરોડ મનુષ્ય હોવાનો ઉલ્લેખ છે. એક યુદ્ધક્ષેત્રમાં ૯૦ કરોડ મનુષ્યોનો સમાવેશ શક્ય નથી. તેથી એમ જણાય છે કે સૂત્રમાં સૈન્યની આ જે સંખ્યા વર્ણવી છે તે તેઓની સંપદાનું વર્ણન છે પણ એકાંતે સાથે આવેલ સંખ્યાનું નહીં.
જે રીતે તીર્થકરોના ગ્રામાનુગ્રામ વિચરણના વર્ણનમાં સર્વ સાધુ-સાધ્વીની સંપદા સાથે હોય તેમ વર્ણન હોવા છતાં સર્વ સાધુ-સાધ્વી સાથે જ વિચરણ કરે, તેમ માનવાનો આગ્રહ રાખી શકાય નહીં. માટે આ એક વર્ણન પદ્ધતિ છે. તેના પ્રમાણ માટે જુઓ આ સૂત્રનો વર્ગ–૩, અધ્યયન-૧, સૂત્ર-૫.
તે જ રીતે મગધ દેશ અને કાશી કોશલ દેશની કુલ જનસંખ્યા અને હાથી, ઘોડા, રથની કુલ સેના સંખ્યાનું નિરૂપણ પ્રસ્તુત સૂત્રોમાં છે. યુદ્ધમાં આવેલી અને નહીં આવેલી સર્વ સેના, ઋદ્ધિની અપેક્ષાએ રાજાની સાથે જ ગણાય.