________________
'નિરયાવલિકા વર્ગ-૧: અધ્ય.-૧
,
[ ૫૧]
કોણિક સાથે યુદ્ધ કરવા તૈયાર છો, તો તમે પોતપોતાના રાજ્યમાં જાઓ અને સ્નાન આદિ કરી યુદ્ધ માટે સેના આદિથી સજ્જ થઈ પોતપોતાની ચતુરંગિણી સેનાની સાથે અહીંયા આવો. આ પ્રમાણે સાંભળી અઢારે રાજા પોતપોતાના રાજ્યમાં ગયા અને યુદ્ધને માટે સુસજ્જિત થઈને આવ્યા. આવીને ચેડા રાજાને જય-વિજય શબ્દોથી વધાવ્યા.
ત્યારે ચેડારાજાએ પણ સેવકોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે આજ્ઞા આપીહે દેવાનુપ્રિયો! શીધ્ર અભિષિક્ત હસ્તિત્વને સજાવો આદિ કોણિક રાજાની જેમ યાવતુ ચેડા રાજા હાથી પર આરુઢ થયા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૧૮ દેશના ગણરાજાઓ સાથે ચેડા રાજાએ કરેલી મંત્રણાનું કથન છે.
ચેડા રાજાએ સત્ય હકીકત સંપૂર્ણપણે પ્રગટ કરી અને નિવેદન કર્યું કે આપણે શું કરવું છે? હાર, હાથી સહિત વિહલ કુમારને પાછો મોકલી દેવો કે યુદ્ધ કરવું?
આ પ્રકારના નિવેદનમાં ચેડારાજાની ધીરતા, ગંભીરતા અને સરળતાના દર્શન થાય છે અને એક શ્રાવક તરીકેની પાત્રતા પ્રતીત થાય છે. પોતાના જ ગણરાજાઓને કોઈ પણ પ્રકારનો સીધો આદેશ ન દેતા તેઓએ તેમના વિચાર જાણવાનો પ્રયત્ન કર્યો છે.
ગણરાજાઓએ દીર્ઘ વિચાર કરીને, યુદ્ધનો નિર્ણય કર્યો. ચેડારાજા અને કોણિકનું યુદ્ધ :६४ तए णं से चेडए राया तिहिं दंतिसहस्सेहिं एवं जहा कूणिए जाव वेसालिं णयरिं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव ते णव मल्लई णव लेच्छई कासिकोसलगा अट्ठारस वि गणरायाओ तेणेव उवागच्छइ । ભાવાર્થ :- અઢાર ગણ રાજાઓના આવી ગયા પછી ચેડા રાજા કોણિક રાજાની જેમ ત્રણ હજાર હાથી આદિની સાથે વૈશાલીનગરીની મધ્યમાં થઈને જ્યાં તે અઢાર રાજાઓ હતા ત્યાં આવ્યા. ६५ तएणं से चेडए राया सत्तावण्णाए दंतिसहस्सेहि, सत्तावण्णाए आससहस्सेहिं, सत्तावण्णाए रहसहस्सेहिं सत्तावण्णाए मणुस्सकोडीहिं सद्धिं संपरिवुडे सव्विड्डीए जावरवेण, सुहेहिं वसहीहिं, पायरासेहिं, णाइविगिट्टेहिं अंतरेहिं वसमाणे वसमाणे विदेहं जणवयं मज्झमझेणं जेणेव देसपंते तेणेव उवागच्छइ, उवागच्छित्ता खंधावार णिवेसणं करेइ, करित्ता कूणियं रायं पडिवालेमाणे जुद्ध सज्जे चिट्ठइ ।