________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
त णं णव मल्लई णव लेच्छई कासीकोसलगा अट्ठारस वि गणरायाणो चेडगं रायं एवं वयासी- ण एवं सामी ! जुत्तं वा पत्तं वा रायसरिसं वा, जं गं सेयणगं गंधहत्थि अट्ठारसवंकं च हारं कूणियस्स रण्णो पच्चप्पिणिज्जइ, वेहल्ले य कुमारे सरणागए पेसिज्जइ । तं जइ णं कूणिए राया चाउंरंगिणीए सेणाए सद्धिं संपरिवुडे जुद्धसज्जे इहं हव्वमागच्छइ, तए णं अम्हे कूणिएणं रण्णा सद्धिं जुज्झामो।
૫૦
ભાવાર્થ :- ચેડા રાજાએ કોણિકની ચઢાઈના સમાચાર સાંભળી કાશી તથા કૌશલ દેશના નવ મલ્લવી જાતિના, નવ લિચ્છવી જાતિના, એમ અઢાર ગણરાજાઓને આમંત્રણ આપી બોલાવ્યા અને તેઓને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! વેહલ્લકુમાર રાજા કોણિકને કહ્યા વિના સેચનક ગંધ હાથી તથા અઢારસરો હાર લઈને મારી પાસે આવ્યો છે. કોણિકે હાર અને હાથી લેવા માટે ત્રણવાર દૂતો અહીં મોકલ્યા પરંતુ મેં તેનો નિષેધ કર્યો છે કારણ કે રાજા શ્રેણિકે પોતાના જીવનકાલ દરમ્યાન જ તેને તે બે વસ્તુ આપી છે, છતાં પણ જો હાર અને હાથી તમે ઈચ્છો છો તો તેનું અર્ધું રાજ્ય આપો; આ પ્રમાણે ઉત્તર આપી મેં તે દૂતોને પાછા મોકલ્યા, પરંતુ કોણિકે મારી વાત માની નહીં અને ચતુરંગિણી સેના સાથે, લડાઈ માટે તૈયાર થઈને અહીં આવી રહ્યો છે. તો શું હે દેવાનુપ્રિયો ! સેચનક ગંધ હાથી અને અઢારસરો હાર રાજા કોણિકને આપી દેવો અને વેહલ્લકુમારને તેની પાસે મોકલી દેવો કે તેની સાથે લડાઈ કરવી ?
ત્યારે તે અઢારે ગણરાજાઓએ ચેડારાજાને આ પ્રમાણે કહ્યું– હે સ્વામી ! સેચનક ગંધહસ્તિ તથા અઢાર સરવાળો હાર, રાજા કોણિકને આપી દેવા અને શરણે આવેલા કુમાર વેહલ્લને પાછો મોકલી દેવો તે વાત યોગ્ય નથી, ન્યાય સંગત નથી, રાજકુળને યોગ્ય નથી પરંતુ શરણે આવેલાનું રક્ષણ કરવું જોઈએ. હે સ્વામી ! જો રાજા કોણિક ચતુરંગિણી સેના લઈને લડાઈ કરવા માટે તૈયારી કરીને આવે જ છે, તો આપણે કોણિક રાજા સાથે યુદ્ધ કરીએ.
६३ तए णं से चेडए राया ते णव मल्लई णव लेच्छई कासीकोसलगा अट्ठार वि गणरायाणो एवं वयासी- जइ णं देवाणुप्पिया ! तुब्भे कूणिएणं रण्णा सद्धि जुज्झह, तं गच्छह णं देवाणुप्पिया ! सएसु सएसु रज्जेसु पत्तेयं पत्तेयं व्हाया जाव मम अंतियं पाउब्भवह । तएणं ते णव मल्लई णव लेच्छई कासीको लगा अट्ठारसवि गणरायाणो जाव जेणेव चेडए राया तेणेव उवागया जाव जणं विजएणं वद्धार्वेति।
तए णं से चेडए राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह एवं जहा कूणिए जाव दुरूढे ।
ભાવાર્થ :- આ પ્રમાણે સાંભળીને ચેડારાજાએ તે અઢારે ગણરાજાઓને કહ્યું– હે દેવાનુપ્રિયો ! જો તમે