________________
૬
|
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
(સૂત્ર-૩) ગાથા છે. શેષ સર્વપ્રકરણ-વિષય સૂત્રો એક સમાન છે. તેથી પ્રસ્તુત પ્રથમ સૂત્રમાં ચંદ્ર-પ્રજ્ઞપ્તિ સૂત્રનું મંગલાચરણ અને બીજા સૂત્રમાં સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રનો ઉપોદ્દાત આપ્યા પછી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર, સૂર્યપ્રજ્ઞપ્તિ બંને આગમનો અનુવાદ એક સાથે રજુ કર્યો છે. ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર પ્રરૂપણા સ્થળાદિ - | २ तेणं कालेणं तेणं समएणं मिहिला णामं णयरी होत्था, वण्णओ । तीसे णं मिहिलाए णयरीए बहिया उत्तरपुरस्थिमे दिसिभाए, एत्थ णं माणिभद्दे णामं चेइए होत्था, वण्णओ । तीसे णं मिहिलाए णयरीए जियसत्तू णाम राया, धारिणी णाम તેવી, વપur I
तेणं कालेणं तेणं समएणं तम्मि माणिभद्दे चेइए सामी समोसढे, परिसा णिग्गया, धम्मो कहिओ जाव राया जामेव दिसिं पाउब्भूए, तामेव दिसिं पडिगए ।
तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी इंदभूई णामं अणगारे गोयमे गोत्तेणं सत्तुस्सेहे समचउरंससंठाणसंठिए वज्जरिसहणारायसंघयणे जाव एवं वयासी । ભાવાર્થ :- કાલે– અવસર્પિણી કાળના ચોથા આરામાં અને તે સમયે ભગવાન મહાવીર સ્વામી વિચરતા હતા તે સમયે મિથિલા નામની નગરી હતી. તે મિથિલા નગરીની બહાર ઈશાનકોણમાં એક મણિભદ્ર નામનું ચૈત્ય–ઉધાન હતું. તે મિથિલા નગરીમાં જિતશત્રુ નામના રાજા અને ધારિણી નામની રાણી હતી. તે નગર, ઉદ્યાન અને રાજા-રાણીનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું.
તે કાલે, તે સમયે(જિતશત્રુ રાજાના સમયમાં) મણિભદ્ર ઉધાનમાં ભગવાન મહાવીરસ્વામી સમોસર્યા–પધાર્યા અને મિથિલાવાસીઓ પોતાના ઘરેથી નીકળીને પ્રભુના દર્શન માટે આવ્યા. પ્રભુ મહાવીર સ્વામીએ તેઓને ધર્મનું સ્વરૂપ કહ્યું યાવત રાજા જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં અર્થાત્ પોતાના નગરમાં પાછા ફર્યા.
તે કાલે, તે સમયે(જિતશત્રુ રાજા ધર્મકથા સાંભળીને પાછા ગયા પછી) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પટ્ટધર શિષ્ય, ગૌતમ ગોત્રીય, સાત હાથ ઊંચા, સમચતુરસ સંસ્થાન અને વજઋષભનારાચ સંઘયણ વગેરેથી યુક્ત ઈન્દ્રભૂતિ નામના અણગારે ભગવાનને વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યુંવીસ પ્રાભૃતનો વિષયોલેખ:
कइ मंडलाइ वच्चइ ? तिरिच्छा किं व गच्छइ ? ।
ओभासइ केवइयं ? सेयाइ किं ते संठिई ? ॥१॥ कहिं पडिहया लेसा ? कहं ते ओयसंठिई ? । के सूरियं वरयंति ? कहं ते उदयसंठिई ? ॥२॥ कइ कट्ठा पोरिसिच्छाया ? जोगे किं ते आहिए? । के ते संवच्छराणाई ? कइ संवच्छराइ य? ॥३॥