________________
પ્રાભૃત-૧: પ્રતિપ્રાભૃત-૧
2
તીર્થકર, શાસનપતિ ભગવાન મહાવીરસ્વામીની ગુણસ્તુતિ છે. ભગવાનના નયનોને કમળપત્રની, ધીરગંભીર ચાલને હાથીની ચાલની ઉપમા આપી છે અને વીર તથા ભગવાન શબ્દ દ્વારા અપાયાપગમાદિ ચાર ગુણાત્મક અતિશયનું વર્ણન કર્યું છે. વીર = વીર. પ્રસ્તુતમાં વીર શબ્દથી ભગવાન મહાવીર સ્વામી તરફ અંગુલી નિર્દેશ થયો છે. રાગાદિ શત્રુઓને જીતવાથી, અનાદિકાલીન કષાયાદિનો પરાભવ કરવાથી, જન્મ પરંપરાથી મુક્ત થવાથી અને શિવ—ઉપદ્રવ રહિત, કલ્યાણકારી એવા મોક્ષના સુખ પ્રાપ્ત કરવાથી, મહાવીરસ્વામી વીર-મહાવીર કહેવાયા છે. આ ‘વીર’ વિશેષણ ભગવાનના અપાય = દુઃખ, રાગ-દ્વેષ, અપમ = દૂર કરવા રૂપ અપાયાપગમ અતિશયને પ્રગટ કરે છે. મથવું = ભગવાન. ઘર્યચ સના, પચવાલઃ શિવઃ |
धर्मस्याथ प्रयत्नस्य, षण्णां भग इतीङ्गना ॥ ભગ શબ્દના ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન, આ છ અર્થ થાય છે. ભગ જેની પાસે હોય તે ભગવાન કહેવાય છે. આ શબ્દ દ્વારા મહાવીરસ્વામીની ઐશ્વર્યતા, અનુપમ રૂપ ધારકતા, ત્રણ લોક વ્યાપી યશ કીર્તિ, ઉત્તમ ૧૦૦૮ લક્ષણ રૂપ અથવા કેવળજ્ઞાન રૂપ શ્રી સંપન્નતા, ધર્મસ્થાપકતા, ધર્મ પ્રવર્તનમાં પ્રયત્નરૂપતા વગેરે ગુણો પ્રગટ થાય છે. ભગવાન શબ્દ દ્વારા મહાવીર સ્વામીના પૂજાતિશય, વચનાતિશય, જ્ઞાતાતિશય આદિ અતિશયો પ્રગટ થાય છે. જય = રાગાદિ શત્રુઓને જીતે છે. ભગવાન મહાવીર સ્વામીએ રાગાદિ શત્રુઓને જીત્યા પછી અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી જ આ સૂત્રની પ્રરૂપણા કરી છે, તેમ છતાં પરિવર્તમાનકાલીન ક્રિયાપદનો પ્રયોગ કરવાના ત્રણ કારણો વૃત્તિકારે જણાવ્યા છે– (૧) રાગાદિ શત્રુઓ ઉપર વિજય મેળવ્યા પછી જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાન રાગાદિ વિજયના ફળ સ્વરૂપ છે, તે ફળ વર્તમાનમાં વિદ્યમાન છે, તેથી કાર્યમાં કારણનો ઉપચાર કરી ગતિ શબ્દનો પ્રયોગ કર્યો છે. (૨) કફ જિનવરાળ દિન પુદ્ગવિયા જન્મ જિનેશ્વરની ભક્તિ કરવાથી પૂર્વ જન્મના સંચિત કર્મોનો ક્ષય થાય છે. ભક્ત ભગવાનના સ્તવ-સ્તુતિ દ્વારા કર્મ શત્રુ ઉપર વિજય મેળવે છે, તે સૂચવવા કરિ શબ્દનો પ્રયોગ છે. (૩) ભગવાને સુર–અસુર દેવો, દાનવો, માનવો વગેરેને પોતાના અતિશાયી(સર્વાધિક) ગુણોથી જીતીને પોતાના ભક્ત બનાવ્યા છે. તે ભક્તો વર્તમાનમાં ભગવાનની ભક્તિ કરીને રાગાદિ શત્રુઓને જીતે છે. આ વર્તમાનકાલીન ભક્તિરૂપ કારણમાં કાર્યનો ઉપચાર કરી વર્તમાનકાલીન ક્રિયાપદનો પ્રયોગ છે.
પ્રથમ ગાથામાં ભગવાન મહાવીર સ્વામીને વંદન કરીને સૂત્ર કર્તાએ બીજી ગાથામાં પંચ પરમેષ્ઠી ભગવંતોને વંદન કરી મંગલાચરણ કર્યું છે, ત્રીજી ગાથામાં સૂત્ર નિરૂપક પ્રતિજ્ઞા વાક્ય છે અને ચોથી ગાથામાં આ શાસ્ત્રના મૂળભૂત પ્રશ્ન કર્તા પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામીનો ઉલ્લેખ છે.
જ્યોતિષી ગણમાં ચંદ્ર અને સૂર્ય બને ઇન્દ્ર છે, તેથી જ્યોતિષ ગણરાજથી તે બંનેનું ગ્રહણ થાય છે. વર્તમાનમાં ૧૨ ઉપાંગ સૂત્રોમાં ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિ બંનેની ગણના ભિન્ન-ભિન્ન છે, પરંતુ બંને શાસ્ત્રમાં મંગલાચરણ અને ઉપોદઘાતની ચાર ગાથાઓની જ ભિન્નતા છે. ચંદ્રપ્રજ્ઞપ્તિ સુત્રમાં મંગલાચરણની ચાર ગાથા છે, તે સૂર્યપ્રજ્ઞપ્તિમાં નથી. ચંદ્રપ્રજ્ઞપ્તિમાં મંગલાચરણ પછી વડુ મંડલાઃ વવ૬ (સૂત્ર-૩) આદિ ગાથાઓ છે અને ત્યાર પછી તેમાં .(સૂત્ર-૨) છે. સૂર્ય પ્રજ્ઞપ્તિનો પ્રારંભ તે વા (સૂત્ર-૨)થી થાય છે. તે સૂત્ર તેના ઉપોદ્દાત રૂપે છે અને ત્યારપછી વડુ મંડનાડુ