________________
શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
(પહેલું પ્રાભૃતઃ પહેલું પ્રતિપ્રાભૃત
( કતિ મંડળ )
મંગલાચરણ :
जयइ णव-णलिण-कुवलय, वियसिय-सयवत्त-पत्तल-दलच्छो । वीरो गइंद-मयगल, सललिय-गयविक्कमो भयवं ॥१॥ णमिऊण असुर-सुर-गरुल-भुयग-परिवंदिए गयकिलेसे । अरिहे सिद्धायरिए-उवज्झाए सव्वसाहू य ॥२॥
કવિયત્પાઉન્જ, વોૐ પુષ્ય-સુચ-સી-વુિં ! सुहुम गणिणोवदिटुं, जोइसगणरायपण्णत्तिं ॥३॥ णामेण इंदभूइ त्ति, गोयमो वंदिऊण तिविहेणं ।
पुच्छइ जिणवरवसह, जोइसगणराय पण्णति ॥४॥ ભાવાર્થ :- નૂતન વિકસિત(તાજા ખીલેલા) નલિન-રક્ત કમળ, કુવલય–નીલકમળ, સો પાંખડીવાળા શતપત્ર કમળની પાંખડી જેવી લાંબી અને મનોહર આંખોવાળા તથા તરુણ ગજેન્દ્રની લીલાયુક્ત મનોજ્ઞ ગતિ જેવી ગતિ–ચાલવાળા ભગવાન મહાવીર સ્વામી રાગાદિ શત્રુઓને જીતે છે ||૧||
અસુર–અસુરકુમાર દેવો, સુર–વૈમાનિક દેવો, ગરુલ–સુવર્ણકુમાર દેવો, ભુજંગ-નાગકુમાર દેવો ઉપલક્ષણથી સર્વે ભવનપતિ, વ્યંતરાદિ ચારે નિકાયના દેવો દ્વારા વંદિત, રાગ-દ્વેષ તથા જન્મ-મરણરૂપ કલેશથી રહિત અહંતુ તીર્થકર ભગવાન, સર્વ પ્રકારના કર્મમલથી રહિત સિદ્ધભગવાન, પંચાચારના પાલક આચાર્ય ભગવાન, દ્વાદશાંગીનું અધ્યયન કરનારા-કરાવનારા ઉપાધ્યાય ભગવાન અને મોક્ષના સાધન રૂપ જ્ઞાન-ક્રિયાના સાધક, અઢીદ્વીપમાં સ્થિત સર્વ સાધુ-સાધ્વી ભગવંતોને નમસ્કાર કરીને..રા
સ્પષ્ટ નિર્મલ બોધના વિષયરૂપ યથાવસ્થિત સ્વરૂપવાળા, સૂક્ષ્મ બુદ્ધિથી ગમ્ય, અક્ષરોમાં જ જેના અર્થ ઝળકે છે તેવા તથા પૂર્વશ્રુતના સારભૂત અર્થાત્ પૂર્વકૃતથી ઉદ્ધત, સૂક્ષ્મ-તીક્ષ્ણ મતિવાળા આચાર્યદ્વારા ઉપદિષ્ટ, જ્યોતિષ વિજ્ઞતિ નામના શાસ્ત્રની અર્થાત્ જ્યોતિષ = નક્ષત્ર, ગ્રહ, તારાગણના રાનપ્રાપ્તિ = રાજા-ઇન્દ્ર એવા ચંદ્ર-સૂર્ય સંબંધી વિવિધ વિષયોના પ્રરૂપકશાસ્ત્રનું વો= હું નિરૂપણ કરીશ. Iall
ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ નામના ગણધર, જિનેશ્વરોમાં શ્રેષ્ઠ ભગવાન મહાવીર સ્વામીને ત્રિવિધેમન, વચન, કાયાથી વંદન કરીને જ્યોતિષગણરાજ (ચંદ્ર-સૂર્ય) પ્રજ્ઞપ્તિના સ્વરૂપ વિષયક પ્રશ્ન પૂછે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં મંગલાચરણ અને શાસ્ત્રના ઉપોદ્ઘાતનું નિરૂપણ છે. આ ગાથાઓમાં ચરમ