________________
પ્રાભૃત-૧: પરિચય
||
ઈશાનકોણગત ૯૧ મંડળો ઉપર અને નૈઋત્ય કોણગત ૯૨ મંડળો ઉપર પુનઃ ચાલે છે.
ચોથા પ્રતિપ્રાભૂતમાં બંને સૂર્ય વચ્ચેના અંતરનું વર્ણન છે. સર્વાત્યંતર(પ્રથમ) મંડળ ઉપર બંને સૂર્ય પરિભ્રમણ કરતા હોય ત્યારે બંને સૂર્ય વચ્ચે ૯૯,૬૪૦ યોજનાનું અંતર હોય છે. પ્રત્યેક મંડળે ૫
યોજનાનું અંતર વધતું જાય છે અને સર્વબાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતાં બંને સૂર્યો વચ્ચે ૧,૦૦,૬૬૦ યોજનનું અંતર હોય છે.
પાંચમા પ્રતિપ્રાભૂતમાં સૂર્ય મંડળના અવગાહિત ક્ષેત્રનું કથન છે. સૂર્ય મંડળો કુલ ૫૧૦ યોજન ક્ષેત્રને અવગાહિત કરે છે. તેમાં ૧૮૦ યોજન જેબૂદ્વીપના અને ૩૩0 યોજન લવણ સમુદ્રના અવગાહિત કરે છે.
છઠ્ઠા પ્રતિ પ્રાભૃતમાં સૂર્ય પ્રત્યેક મંડળે કેટલો દૂર જાય છે તેની પ્રરૂપણા છે. સૂર્ય પ્રત્યેક મંડળે પણ યોજના ક્ષેત્રને પાર કરે છે અર્થાત્ દૂર જાય છે.
સાતમાપ્રતિપ્રાભૂતમાં સૂર્ય વિમાન અને સૂર્ય મંડળના સંસ્થાનનું વર્ણન છે. જેમ આકાશમાં ઉડતા પ્લેન(વિમાન)ના માર્ગનો કોઈ આકાર નથી તેમ પૃથ્વીથી ૮00 યોજન ઉપર આકાશમાં પરિભ્રમણ કરતા સૂર્ય વિમાનના માર્ગ(મંડળ)નો કોઈ આકાર નથી પરંતુ મંડળ ઉપર પરિભ્રમણ કરતા સૂર્યવિમાનનો જે આકાર હોય તે જ તે મંડળનો આકાર કહેવાય છે. સૂર્ય વિમાન અને સૂર્યમંડળો છત્રાકાર કે અર્ધકોઠાકાર
આઠમા પ્રતિપ્રાભૂતમાં સૂર્ય મંડળ(માર્ગ સ્થાન)ની જાડાઈ, લંબાઈ, પહોળાઈ અને પરિધિના પ્રમાણનું કથન છે. સૂર્યના સર્વ મંડળોની જાડાઈ એક સમાન । યોજન છે. પ્રથમ મંડળની લંબાઈપહોળાઈ ૯૯,૬૪૦ યોજન અને તેની પરિધિ ૩, ૧૫, ૦૮૯ યોજન છે.
અંતિમ મંડળની લંબાઈ-પહોળાઈ ૧,૦૦,૬0 યોજન અને પરિધિ ૩,૧૮,૩૧૫ યોજન છે. પ્રત્યેક મંડળે લંબાઈ પહોળાઈમાં ૫ ૨ યોજનની દક્ષિણાયનમાં વૃદ્ધિ અને ઉત્તરાયણમાં હાનિ થાય છે. તેની પરિધિમાં પ્રત્યેક મંડળે ૧૭ જ યોજનની વ્યવહારથી ૧૮ યોજનની) વૃદ્ધિ કે હાનિ થાય છે.