________________
શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૮૩ મંડળને પાર કરીને સૂર્ય પ્રથમ સર્વાત્યંતર મંડળ ઉપર પહોંચે છે, તેને ઉત્તરાયણ કહે છે.
આ રીતે ૧૮૪ મંડળોમાંથી સૂર્ય દક્ષિણાયનમાં ૧૮૩ મંડળો ઉપર + ઉત્તરાયણમાં ૧૮૩ મંડળો ઉપર કુલ ૩૬૬ મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. તેમાં દક્ષિણાયનના અંતિમ અહોરાત્રમાં સર્વ બાહ્ય મંડળ ઉપર એક વાર અને ઉત્તરાયણના અંતિમ અહોરાત્રમાં સર્વાત્યંતર મંડળ ઉપર એક વાર અને શેષ ૧૮૨ મંડળ ઉપર ઉત્તરાયણ અને દક્ષિણાયન બંનેમાં એક-એક વાર ચાલે છે. આ રીતે એક વરસમાં છ-છ માસના બે અયન પૂર્ણ થાય છે.
સૂર્ય સર્વાત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે કર્ક સંક્રાંતિના દિવસે(એક અહોરાત્રના ૩૦ મુહૂર્તમાંથી) ૧૮ મુહૂર્તનો દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. દક્ષિણાયનમાં સૂર્ય મેરુ પર્વતથી દૂર જાય છે, તેથી દિવસ ટૂંકો થાય છે અને રાત્રિ લાંબી થતી જાય છે. તેમાં પ્રત્યેક મંડળે દિવસ મુહૂર્ત ટૂંકો અને રાત્રિ મુહૂર્ત લાંબી થાય છે. સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે મકરસંક્રાંતિના દિવસે ૧૮ મુહુર્તની રાત્રિ અને ૧૨ મુહુર્તનો દિવસ હોય છે. ઉત્તરાયણમાં સુર્ય મેરુ પર્વતની નજીક આવે છે, તેથી દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી થતી જાય છે તેમાં પ્રત્યેક મંડળે રાત્રિ મુહૂર્ત ઘટે છે અને દિવસ મુહૂર્ત લાંબો થાય છે.
બીજા પ્રતિષ્ઠાભતમાં સૂર્યના અર્ધ મંડળની સંસ્થિતિ(વ્યવસ્થા)નું વર્ણન છે. એક અહોરાત્રમાં એક સૂર્ય એક અર્ધમંડળ ઉપર પરિભ્રમણ કરે છે અને તે જ અહોરાત્રમાં બીજો સૂર્ય એક અર્ધમંડળ ઉપર પરિભ્રમણ કરે છે. આ રીતે એક અહોરાત્રમાં બે સૂર્યો મળીને એક મંડળ પૂર્ણ કરે છે. સૂર્યના ૧૮૪ મંડળોમાંથી બંને સૂર્યના ૯૨ અર્ધમંડળો ઉત્તરમાં છે અને ૯૨ અર્ધમંડળો દક્ષિણમાં છે.
વરસના પ્રથમ દિવસે(દક્ષિણાયનમાં) ભરત ક્ષેત્રને પ્રકાશિત કરતા ભારતીય સુર્યના ૨, ૪, ૬ આદિ બેકી સંખ્યક ૯૨ અર્ધ મંડળો દક્ષિણમાં અને ૩, ૫, ૭ આદિ એકી સંખ્યક ૯૧ અર્ધમંડળો ઉત્તરમાં થાય છે.
વરસના પ્રથમ દિવસે ઐરાવત ક્ષેત્રને પ્રકાશિત કરતાં ઐરવતીય સૂર્યના ૨, ૪, ૬ આદિ બેકી સંખ્યક ૯૨ અર્ધમંડળ ઉત્તરમાં અને ૩, ૫, ૭ આદિ એકી સંખ્યક ૯૧ અર્ધમંડળો દક્ષિણમાં થાય છે.
ઉત્તરાયણમાં ભારતીય સૂર્યના ૧૮૩, ૧૮૧ વગેરે એકી સંખ્યક ૯૨ અર્ધમંડળો ઉત્તરમાં અને ૧૮૨, ૧૮૦ વગેરે બેકી સંખ્યક–૯૧ અર્ધમંડળો દક્ષિણમાં થાય છે. ઐરવતીય સૂર્યના એકી સંખ્યક–૯૨ અર્ધ મંડળો દક્ષિણમાં અને બેકી સંખ્યક ૯૧ અર્ધમંડળો ઉત્તરમાં થાય છે.
ત્રીજા પ્રતિપ્રાભૂતમાં સૂર્યના પૂર્વે ચાલેલા, પૂર્વ નહીં ચાલેલા માર્ગ(મંડળ)નું કથન છે. પ્રત્યેક વર્ષે દક્ષિણાયનમાં બંને સૂર્ય પોત-પોતાના સ્વતંત્ર(અચલિત) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. તેઓ એક બીજાના માર્ગને સ્પર્શતા નથી.
ઉત્તરાયણમાં ભારતીય સુર્ય પર્વે (દક્ષિણાયનમાં) પોતે ચાલેલા અગ્નિકોણગત ૯૨ માર્ગ (મંડળો) ઉપર અને વાયવ્યકોણગત ૯૧ મંડળો ઉપર પુનઃ ચાલે છે. બીજાના એટલે ઐરાવતીય સૂર્યો દક્ષિણાયનમાં ચાલેલા ઈશાનકોણગત ૯૨ મંડળ તથા નૈઋત્યકોણગત ૯૧ મંડળ ઉપર પુનઃ ચાલે છે.
આ જ રીતે ઐરવતીય સૂર્ય પૂર્વે(દક્ષિણાયનમાં) પોતે ચાલેલા અગ્નિકોણગત ૯૧ મંડળો અને વાયવ્યકોણગત ૯૨ મંડળો ઉપર પુનઃ ચાલે છે. બીજાના એટલે ભારતીય સૂર્યે દક્ષિણાયનમાં ચાલેલા