________________
૩૯૪ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર
વમન - રાહુનું વિમાન ગતિ કરતાં ચંદ્રને આવૃત્ત કરીને જ્યારે પુનઃ પાછા ફરતા ચંદ્રને અનાવૃત્ત કરે છે ત્યારે ચંદ્રનું વમન થયું કહેવાય છે.
આ સર્વ અવસ્થાઓમાં વાસ્તવિક રીતે ચંદ્ર વિમાનનું આચ્છાદન માત્ર જ થાય છે અને તે આચ્છાદન સ્વાભાવિક રીતે જ થાય છે. રાહના બે પ્રકાર:१३ ता कइविहे गं राहु पण्णत्ते ? दुविहे पण्णत्ते, तंजहा-ता धुवराहु य पव्वराहु य ।
तत्थ णं जे से धुवराहु, से णं बहुलपक्खस्स पडिवए पण्णरसइ भागेणं पण्णरसइ भागं चंदस्स लेसं आवरेमाणे-आवरेमाणे चिट्ठइ, तंजहा-पढमाए पढम भाग जाव पण्णरसीए पण्णरसम भाग, चरमे समए चंदे रत्ते भवइ, अवसेसे समए चंदे रत्ते य विरत्ते य भवइ ।
तमेव सुक्कपक्खे उवदंसेमाणे-उवदंसमाणे चिट्ठइ, तंजहा-पढमाए पढम भागं जाव पण्णरसीए पण्णरसमं भागं, चरमे समए चंदे विरत्ते य भवइ, अवसेसे समए चंदे रत्ते य विरत्ते य भवइ ।
तत्थ णं जे से पव्वराहु से जहण्णेणं छण्हं मासाणं, उक्कोसेणं बायालीसाए मासाणं चंदस्सं, अडयालीसाए संवच्छाराणं सूरस्स । ભાવાર્થ :- પ્રશ્ન- રાહુના કેટલા પ્રકાર છે? ઉત્તર- રાહુના બે પ્રકાર છે, જેમ કે– (૧) ધ્રુવરાહુ (ર) પર્વરાહુ.
(૧) તેમાં જે ધ્રુવરાહુ છે તે કૃષ્ણ પક્ષની પ્રતિપદાથી શરૂ કરીને પંદરમા દિવસ સુધી પોતાના પંદરમા ભાગથી ચંદ્રના પંદરમા ભાગને આવૃત્ત કરે છે, જેમ કે પ્રતિપદા તિથિના દિવસે પ્રથમ ભાગને થાવત્ પંદરમા દિવસે પંદરમા ભાગને આવરિત કરે છે. પંદરમી તિથિના અંતિમ સમયમાં ચંદ્ર ધ્રુવરાહુથી પૂર્ણપણે આવૃત થાય છે, બાકીના સમયમાં ચંદ્ર ધ્રુવરાથી કેટલાક અંશમાં આવૃત અને કેટલાક અંશમાં અનાવૃત્ત રહે છે.
ધ્રુવરાહુ શુક્લપક્ષમાં શુક્લપક્ષની પ્રતિપદાથી પૂર્ણિમા સુધી પ્રતિદિન એક એક ભાગને અનાવૃત્ત કરે છે. પ્રતિપદાના દિવસે પ્રથમ ભાગને યાવતુ પૂર્ણિમાના દિવસે પંદરભાગ અનાવૃત્ત થઈ જાય છે. પૂર્ણિમાના અંતિમ સમયે ચંદ્ર સર્વથા અનાવૃત થાય છે, શેષ સમયોમાં ચંદ્ર કેટલાક અંશમાં આવૃત્ત અને કેટલાક અંશમાં અનાવૃત્ત રહે છે.
(૨) તેમાં જે પર્વરાહુ છે, તે જઘન્ય છ માસ પછી ચંદ્ર-સૂર્યને આવૃત કરે છે અને ઉત્કૃષ્ટ ૪૨ મહિના પછી ચંદ્રને તથા ૪૮ વર્ષ પછી સૂર્યને આગૃત કરે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં રાહુ નામના દેવ વિમાનના પ્રકાર અને તેના કાર્યનું પ્રતિપાદન કર્યું છે.