________________
પ્રાભૃત-૨૦.
[ ૩૯૫ |
નિત્યરાહુ – જેની ગતિ ચંદ્ર વિમાનની નીચે જ હોય છે, જે પ્રતિદિન ચંદ્રની એક એક કલાને આવરિત કરે છે, જેના નિમિત્તે કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષની તિથિઓ નિશ્ચિત થાય છે તેને નિત્યરાહુ કહે છે. પર્વરાહ - જેના નિમિત્તથી ચંદ્ર અને સૂર્યનું ગ્રહણ થાય છે તે પર્વરાહુ છે. કુષ્ણપક્ષ અને શક્લપ - ચંદ્રની સોળ કળા છે. નિત્ય રાહુની તથાપ્રકારની ગતિથી પ્રતિદિન ચંદ્રની એક એક કળા આચ્છાદિત થતી જાય છે. તેને ક્રમશઃ કૃષ્ણપક્ષની એકમ, બીજ આદિ તિથિઓ કહેવાય છે. અમાસના દિવસે ચંદ્ર સર્વથા આચ્છાદિત થઈ જાય છે. પુનઃ એક એક કળા ખુલતી જાય છે તેને શુક્લપક્ષ કહેવાય છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર સર્વથા અનાચ્છાદિત-આવરણ રહિત, ખુલ્લો થઈ જાય છે. ચંદ્ર અને સૂર્ય ગ્રહણ - પર્વ રાહુ ચંદ્રને કે સૂર્યને આવૃત્ત કરે તેને ક્રમશઃ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ કહે છે. પર્વ રાહુ જઘન્ય છ માસ અને ઉત્કૃષ્ટ ૪૨ માસમાં ચંદ્રને આવરિત કરે છે અને જઘન્ય છ માસ અને ઉત્કૃષ્ટ ૪૮ વર્ષે સૂર્યને આવરિત કરે છે. ચંદ્ર-સૂર્યના ગુણનિષ્પન્ન નામ:१४ ता कहं ते चंदे ससी-चंदे ससी आहिएति वएज्जा ? ता चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो मियंके विमाणे कंता देवा कंताओ देवीओ कंताई आसण-सयण-खंभ-भंड-मत्तोवगरणाई, अप्पणावि य णं चंदे देवे जोइसिंदे जोइसराया सोमे कंते सुभे पियदसणे सुरूवे ता एवं खलु चंदे ससी, चंदे-ससी आहिएति वएज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- ચંદ્રને “શશી' (સશ્રી) શા માટે કહે છે ? ઉત્તર- જ્યોતિષીઓના ઇન્દ્ર, અને જ્યોતિષીઓના રાજા ચંદ્રનું મૃગાંક(મૃગના ચિહ્ન- વાળું) વિમાન છે. તેમાં કાન્ત(સુંદર)દેવ, સુંદર દેવીઓ અને સુંદર આસન, શયન, સ્તંભ, પાત્ર આદિ ઉપકરણ છે તથા જ્યોતિષીઓના ઇન્દ્ર, જ્યોતિષીઓના રાજા ચંદ્ર સ્વયં પણ સૌમ્ય, કાન્ત, સુભગ, પ્રિયદર્શનીય અને સુરૂપ છે. તેથી ચંદ્રને “શશી' (સશ્રીશોભાસહિત) કહે છે.
१५ ता कहं ते सूरिए आइच्चे-सूरिए आइच्चे आहिएति वएज्जा ? ता सूरादिया समयाइ वा आवलियाइ वा आणापाणूइ वा थोवेइ वा जाव उस्सपिणी ओसप्पिणीइ वा, एवं खलु सूरे आइच्चे-सूरे आइच्चे आहिएति वएज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- સુર્યને “આદિત્ય’ શા માટે કહે છે? ઉત્તર– સમય, આવલિકા યાવતુ ઉત્સર્પિણી અને અવસર્પિણી પર્વતના કાલનો આદિભૂત(કારણ) સૂર્ય છે તેથી તેને “આદિત્ય' કહે છે. ચંદ્ર-સૂર્યાદિના કામભોગો - १६ ता चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ? ता चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- चंदप्पभा दोसिणाभा अच्चिमालि पभंकरा । जहा हेट्ठा तं चेव जाव णो चेव णं मेहुणवत्तियं । एवं सूरस्स वि પયગં |