________________
પ્રાકૃત-૨૦
ता जया णं राहु देवे आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वमाणे वा परियारेमाणे वा चंदस्स वा सूरस्स वा लेसं आवरेत्ता मज्झमज्झेणं वीईवयइ तया णं माणुसलोयंसि मणुस्सा एवं वयंति एवं खलु राहुणा चंदे वा, सूरे वा वइयरिए - एवं खलु राहुणा चंदे वा सूरे वा वइयरिया ।
૩૯૩
ता जया णं राहू देवे आगच्छमाणे वा गच्छमाणे वा विउव्वमाणे वा परियारेमाणे वा चंदस्स वा सूरस्स वा लेसं आवरेत्ता अहे सपक्खि सपडिदिसिं चिट्ठइ तया णं माणुसलोयंसि मणुस्सा एवं वयंति - एवं खलु राहुणा चंदे वा सूरे वा धत्थे एवं खलु राहुला चंदे वा सूरे वा धत्थे ।
ભાવાર્થ :- રાહુ દેવ આવતા-જતા, વિકુર્વણા કરતાં કે પરિચારણા કરતાં ચંદ્ર-સૂર્યના પ્રકાશને આવૃત કરતો પાર્થ ભાગથી પસાર થાય છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો આ પ્રકારે કહે છે એ રાહુએ ચંદ્ર-સૂર્યનો કુક્ષી ભેદ કર્યો છે, રાહુએ ચંદ્ર સૂર્યનો કુક્ષી ભેદ કર્યો છે. (રાહુની કુક્ષી–ઉદર ભેદીને ચંદ્ર-સૂર્ય બહાર નીકળે છે.)
રાહુદેવ આવતા-જતા, વિકુર્વણા કરતાં કે પરિચારણા કરતાં ચંદ્ર-સૂર્યના પ્રકાશને આવૃત કરીને પાછળ સરકતા અનાવૃત કરે ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો આ પ્રમાણે કહે છે કે રાહુએ ચંદ્ર-સૂર્યનું વમન કર્યું છે, રાહુએ ચંદ્ર-સૂર્યનું વમન કર્યું છે.
રાહુદેવ આવતા-જતા, વિકુર્વણા કરતાં કે પરિચારણા કરતાં ચંદ્ર-સૂર્યના પ્રકાશને આવૃત કરીને મધ્યભાગથી પસાર થાય છે ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો આ પ્રમાણે કહે છે કે રાહુએ ચંદ્ર-સૂર્યને વિદારિત કર્યો છે, રાહુ એ ચંદ્ર—સૂર્યને વિદારિત કર્યો છે.
રાહુ દેવ આવતા-જતા, વિકુર્વણા કરતાં કે પરિચારણા કરતાં ચંદ્ર-સૂર્યના પ્રકાશને આવૃત કરીને બાજુમાં, દિશા વિદિશાઓમાં રહે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો આ પ્રમાણે કહે છે કે રાહુએ ચંદ્ર-સૂર્યને સર્વથી ગ્રસિત કર્યો છે, રાહુએ ચંદ્ર-સૂર્યને સર્વથી ગ્રસિત કર્યો છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્રગ્રહણ વિષયક લૌકિક માન્યતાનું દિગ્દર્શન કરાવતાં ચંદ્ર અને રાહુ દેવની ગતિના સંબંધને સ્પષ્ટ કર્યો છે.
અઢીદ્વીપના જ્યોતિષી દેવોના વિમાનો નભોમંડળમાં સ્વતંત્ર રીતે ગતિ કરે છે. તેમાં તથાપ્રકારના યોગે ચંદ્રવિમાન અને રાહુવિમાન ઉપર-નીચે રહીને ગતિ કરે છે. તે બંનેમાં ચંદ્રવિમાન ઉપર છે અને ઉજ્જવળ છે. રાહુ વિમાન નીચે છે અને કાળું છે. બંને વિમાનો ગતિશીલ છે પરંતુ બંનેની ગતિમાં ન્યૂનાધિકતા છે. તેથી રાહુના વિમાનની ગતિથી ચંદ્રનું વિમાન ક્રમશઃ આચ્છાદિત થાય છે અને પુનઃ પુનઃ વિવિધ અવસ્થાઓ થાય છે. લોકમાં સ્થૂલ દષ્ટિએ તે ભિન્ન ભિન્ન નામથી ઓળખાય છે.
ચંદ્ર ગ્રહણ :- રાહુનું વિમાન ચંદ્રને આચ્છાદિત કરે તેને ચંદ્રગ્રહણ કહે છે.
કુક્ષિભેદ :– રાહુનું વિમાન જ્યારે ચંદ્રના વિમાનને એક કિનારીથી આવૃત્ત કરતા નીકળે ત્યારે ચંદ્ર વડે રાહુનો કુક્ષિભેદ થયો તેમ કહેવાય છે.