________________
પ્રાભૂત-૨૦ : પરિચય
३८७
વીસમું પ્રાભૂત
પરિચય OROOOORROR
પ્રસ્તુત પ્રાભૂતમાં ચંદ્ર-સૂર્યના અનુભાવ–પ્રભાવ તથા સ્વરૂપ(અનુમાવે જે વ સંવતે-૨/૨/૩)નું અને બે પ્રકારના રાહુની પ્રવૃત્તિ, ૮૮ ગ્રહોના નામ તથા ચંદ્ર-સૂર્યદેવની ભોગપદ્ધતિનું વિસ્તૃત વર્ણન છે. ચંદ્ર અને સૂર્ય જ્યોતિષી જાતિના દેવોના ઇન્દ્રો છે. તે દેવો પોતાની દિવ્ય ઋદ્ધિ સંપન્ન, દિવ્ય સુખોનો અનુભવ કરે છે.
રાહુ– ૮૮ પ્રકારના ગ્રહમાં રાહુ એક ગ્રહ જાતિના દેવ છે. રાહુ દેવ બે પ્રકારના છે, યથા– (૧) નિત્ય રાહુદેવ અને (૨) પર્વરાહુદેવ.
(૧) નિત્યરાહુનું વિમાન પ્રતિદિન ચંદ્ર વિમાનની એક-એક કળાને અર્થાત્ એક-એક ભાગને આવરત કરે છે. આ રીતે ક્રમશઃ આવરિત થતાં પંદરમે દિવસે ચંદ્ર વિમાનના પંદર ભાગ આવરિત થઈ જાય છે. આ પંદર દિવસના કાલને કૃષ્ણપક્ષ કહે છે, ત્યાર પછી પુનઃ વિપરીત ક્રમથી રાહુ વિમાન ચંદ્ર વિમાનની એક-એક કળાને અનાવૃત-ખુલ્લી કરે છે. આ રીતે ચંદ્ર વિમાનનો પ્રકાશ ક્રમશઃ વધતા પંદરમા દિવસે ચંદ્ર વિમાન રાહુથી સર્વથા અનાવૃત થઈ જાય છે. આ પંદર દિવસના કાલને શુક્લપક્ષ કહે છે. આ રીતે નિત્યરાહુની ગતિથી એકમ, બીજ આદિ તિથિ તથા કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ થાય છે.
(૨) પર્વરાહુના ગમનાગમનથી ચંદ્ર-સૂર્ય આવરિત થાય છે. તેને ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ કહે છે. જ્યારે રાહુનું વિમાન જતાં ચંદ્રને એક કિનારીથી આવૃત્ત કરે અને પાછા ફરતા તેને અનાવૃત્ત કરે છે, તેને ચંદ્રનું વમન, ચંદ્ર વિમાનને આવૃત્ત કરીને નીકળે, તેને કુક્ષિભેદ કહે છે.
પૂર્વ રાહુ ચંદ્ર-સૂર્યને આચ્છાદિત કરે છે અને તેના દ્વારા ચંદ્ર ગ્રહણ, સૂર્ય ગ્રહણ થાય છે. ચંદ્ર-સૂર્ય દેવની ભોગ પદ્ધતિ :– ચંદ્ર અને સૂર્ય જ્યોતિષી દેવોના ઇન્દ્ર છે. તે વૈક્રિયલબ્ધિ સંપન્ન અને દિવ્ય ૠદ્ધિ સંપન્ન હોય છે. મનુષ્ય લોકના સર્વશ્રેષ્ઠ કામભોગથી વ્યંતરોના, નવનિકાયના દેવોના, અસુરકુમાર દેવોના અને ગ્રહ, નક્ષત્ર અને તારા દેવોના કામભોગ ક્રમશઃ અનંતગુણ વિશિષ્ટ છે અને તેનાથી સૂર્ય-ચંદ્ર દેવના કામભોગ અનંત ગુણ વિશિષ્ટ હોય છે.
ચંદ્રદેવ સૌમ્ય, કાંત અને મનોહર હોવાથી તેનું નામ ‘શશી’ છે અને સૂર્ય સમય, આવલિકા, મુહૂર્ત આદિ ગણનાકાલની આદિ કરતો હોવાથી તેનું નામ ‘આદિત્ય’ છે.
પ્રસ્તુત પ્રાભૂતમાં ૮૮ મહાગ્રહોનો નામોલ્લેખ છે.