________________
૩૮૬ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર
આ પ્રકારે દેવોઇ સમુદ્ર, નાગદ્વીપ-નાગોદ સમુદ્ર, યક્ષ દ્વીપ–વક્ષોભ સમુદ્ર, ભૂત દ્વીપ–ભૂતોદ સમુદ્ર, સ્વયંભૂરમણ દ્વીપ-સ્વયંભૂરમણ સમુદ્ર, આ સર્વ દ્વીપ-સમુદ્રનો આયામ-વિખંભ અને જ્યોતિષ્ઠ વિમાનો આદિની વકતવ્યતા દેવદ્વીપની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પુષ્કર સમુદ્રથી લઈને અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના દ્વીપ-સમુદ્રની લંબાઈ, પહોળાઈ, પરિધિ તથા તે-તે દ્વીપ સમુદ્રમાં જ્યોતિષ્ક વિમાનોની સંખ્યાનું પ્રતિપાદન છે.
મધ્યલોકના અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્રો વલયાકારે સંસ્થિત છે. તે દરેક દ્વીપ-સમુદ્રનો ચક્રવાલ વિખંભ પૂર્વના દ્વીપ કે સમુદ્રથી બમણો છે. જેમ કે પુષ્કર દ્વીપનો ચક્રવાલ વિખંભ સોળ લાખ યોજન છે, તેને ઘેરીને રહેલા પુષ્કર સમુદ્રનો ચક્રવાલ વિખંભ બત્રીસ લાખ યોજન છે, તેને ઘેરીને રહેલા વરુણવર દ્વીપનો ચક્રવાલ વિખંભ ચોસઠ લાખયોજન છે, આ રીતે અંતિમ સમુદ્ર સુધી જાણવું. આ રીતે ચૌદમા કુંડલાવરાભાસ દ્વીપ અને કુંડલાવરાભાસ સમુદ્ર સુધીના દીપ-સમુદ્રની લંબાઈ-પહોળાઈ અને પરિધિ સંખ્યાત હજાર યોજનની છે, તેમાં સંખ્યાતા ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષ્ક વિમાનો છે અને પંદરમાં
ચકદ્વીપથી અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના દ્વીપસમુદ્રની લંબાઈ-પહોળાઈ અને પરિધિ અસંખ્યાત હજાર યોજનની છે તેમાં અસંખ્યાતા ચંદ્ર-સૂર્ય આદિ જ્યોતિષ્ક વિમાનો છે.
Fો ઓગણીસમું પ્રાભૃત સંપૂર્ણ પણ