________________
પ્રાભૃત-૧૯
| ૩૮૧ |
ભાવાર્થ :- પ્રશ્ન- જ્યારે તે જ્યોતિષ્કદેવોના ઇન્દ્ર મરણ પામે ત્યારે ઇન્દ્રવિરહકાળમાં તે દેવો શું કરે છે? અર્થાત્ કેવી રીતે કામ ચલાવે છે? ઉત્તર- જ્યાં સુધી બીજા ઇન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી ચાર-પાંચ સામાનિકદેવો મળીને ઇન્દ્રસ્થાનનું પરિપાલન, કાર્ય સંચાલન કરે છે. २१ ता इंदठाणे णं केवइएणं कालेणं विरहियं पण्णत्ते ? ता जहण्णेणं इक्कं समयं उक्कोसेणं छम्मासे । ભાવાર્થ :-પ્રશ્ન- નવા ઇન્દ્રની ઉત્પત્તિ વિના ઇન્દ્રનું સ્થાન કેટલો સમય ખાલી રહે છે? ઉત્તર- તે સ્થાન ઓછામાં ઓછો એક સમય અને વધારેમાં વધારે છ મહિના સુધી ઇન્દ્રોત્પત્તિ વિના રહે છે. २२ ता बहिया णं माणुस्सखेत्तस्स जे चंदिम-सूरिय-गहगण-णक्खत्त-तारारूवा ते णं देवा किं उड्डोववण्णगा कप्पोववण्णगा विमाणोववण्णगा चारोववण्णगा चारट्ठिइया गइरईया गइसमावण्णगा? ।
ता ते णं देवा णो उड्डोववण्णगा णो कप्पोववण्णगा विमाणोववण्णगा णो चारोववण्णगा चारट्ठिइया णो गइरइया णो गइसमावण्णगा। ભાવાર્થ - પ્રગ્ન- મનુષ્ય ક્ષેત્રની બહારના ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષ્ક દેવો શું (૧) ઊ પપન્નક–રૈવેયક અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૨) તેઓ શું કલ્પોપપત્રક- સૌધર્માદિ ૧૨ દેવલોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૩) તેઓ શું વિમાનોપપત્રક
જ્યોતિષ્ક દેવો સંબંધિત વિમાનોમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૪) તેઓ શું ચારોપપત્રક-મંડલાકાર ગતિથી પરિભ્રમણ કરનારા જ્યોતિષ્ક દેવો કહેવાય છે? (૫) તેઓ શું ચાર સ્થિતિક-મંડલાકાર ગતિથી પરિભ્રમણના અભાવવાળા જ્યોતિષ્ક દેવો કહેવાય છે? (૬) તેઓ શું ગતિરતિક ગતિમાં પ્રીતિવાળા કહેવાય છે કે (૭) ગતિ સમાપક– નિરંતર ગતિ કરનારા કહેવાય છે?
ઉત્તર- અઢીદ્વીપની બહારના ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવો ઊર્ધ્વપપન્નક નથી, કલ્પોપન્નક નથી, વિમાનોત્પન્નક છે, ચારોપપન્નક નથી, ચાર સ્થિતિક છે, ગતિરતિક નથી, ગતિસમાપન્નક નથી.
२३ पक्किदृग-संठाणसंठिएहिं जोयणसयसाहस्सिएहिं तावक्खेत्तेहिं सयसाहस्सियाहिं बाहिराहिं वेउव्वियाहिं परिसाहिं महयाहय-णट्ट-गीय-वाइय जाव दिव्वाई भोगभोगाई भुंजमाणे विहरइ, सुहलेसा मंदलेसा मंदायवलेसा चित्तंतरलेसा अण्णोऽण्ण समोगाढाहिं लेसाहिं कूडा इव ठाणठिया ते पएसे सव्वओ समंता ओभासंति उज्जोवेति तवेंति पभार्सेति । ભાવાર્થ :- પાકી ઈંટના આકારવાળા લાખો યોજનવિસ્તૃણ તાપક્ષેત્ર યુક્ત, અનેક પ્રકારના વિકર્વિત રૂપ ધારણ કરવામાં સમર્થ, લાખો બાહ્ય પરિષદના દેવો સાથે તે જ્યોતિષ્કદેવ નાટય ગીત વગેરે દિવ્ય ભોગ ભોગવવામાં અનુરત, સુખદાયી તેજ યુક્ત, મંદ તેજ યુક્ત, મંદ તાપ અને તેજ યુક્ત, આ રીતે મિશ્રિત લેશ્યા-તાપ યુક્ત છે. ત્યાં ચંદ્ર-સૂર્યનો પ્રકાશ પરસ્પરાવગાઢ છે. તે પર્વતના શિખરોની જેમ પોતપોતાના સ્થાનમાં સ્થિત, બધી બાજુથી પોતાની નજીક રહેલા પ્રદેશોને પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, પ્રભાસિત કરે છે.