________________
૩૮૦ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર
વરિયા નો :- અઢીદ્વીપની બહાર ચંદ્ર-સૂર્ય ગતિશીલ નથી, તેથી તે અવસ્થિત યોગવાળા છે. ચંદ્ર કે સૂર્યનો જે નક્ષત્ર સાથે યોગ હોય તે યોગ હંમેશાં રહે છે. ત્યાં ચંદ્રને અભિજિત નક્ષત્ર સાથે અને સૂર્યને પુષ્ય નક્ષત્ર સાથે યોગ હોય છે. જ્યોતિષ્ક દેવ ઊર્વોપપત્રકાદિઃ ઈન્દ્ર વિરહાદિ१८ ता अंतो मणुस्सखेत्ते जे चंदिम-सूरिया गहगण-णक्खत्त-तारारूवा ते णं देवा किं उड्डोववण्णगा कप्पोववण्णगा विमाणोववण्णगा चारोववण्णगा चारविइया गइरइया गइसमावण्णगा?
ता ते णं देवा णो उड्डोववण्णगा णो कप्पोववण्णगा विमाणोववण्णगा चारोववण्णगा णो चारट्ठिइया गइरइया गइसमावण्णगा । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! માનુષોત્તર પર્વતના અંતર્વર્તી એટલે અઢીદ્વીપગત ચંદ્ર, સુર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષ્ક દેવો શું (૧) ઊર્ધ્વપપન્નક–રૈવેયક અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૨) તેઓ શું કલ્પપપન્નક- સૌધર્માદિ ૧૨ દેવલોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૩) તેઓ શું વિમાનોપપન્નક– જ્યોતિષ્ક દેવો સંબંધિત વિમાનોમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે? (૪) તેઓ શું ચારોપપન્નક-મંડલાકાર ગતિથી પરિભ્રમણ કરનારા જ્યોતિષ્ક દેવો કહેવાય છે? (૫) તેઓ શું ચાર સ્થિતિક-મંડલાકાર ગતિથી પરિભ્રમણના અભાવવાળા જ્યોતિષ્ક દેવો કહેવાય છે? (૬) તેઓ શું ગતિરતિક ગતિમાં પ્રીતિવાળા કહેવાય છે કે (૭) ગતિ સમાપન્નક– નિરંતર ગતિ કરનારા કહેવાય છે?
ઉત્તર- હે ગૌતમ ! માનુષોત્તર પર્વતના અંતર્વર્તી અઢીદ્વીપગત ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા રૂપ જ્યોતિષ્ક દેવો ઊર્ધ્વપપન્નક નથી, કલ્પોપનક નથી, વિમાનોત્પન્નક છે, ચારોપપન્નક છે, ચાર સ્થિતિક નથી, ગતિરતિક છે, ગતિ સમાપક છે. १९ उड्डीमुह कलंबुयापुप्फसंठाणसंठिएहिं जोयणसाहस्सिएहिं तावक्खेत्तेहि साहस्सियाहिं बाहिराहिं य वेउव्वियाहिं परिसाहिं महयाहयणट्ट-गीय-वाइय-तंती तल-ताल-तुडिय-घण-मुइंग-पडुप्पवाइयरवेणं महया उक्किट्ठ सीहणाद-बोलकलकलरवेणं अच्छं पव्वयरायं पयाहिणावत्तमंडलचारं मेरु अणुपरियट्टति । ભાવાર્થ :- આ જ્યોતિષ્ક દેવો ઊર્ધ્વમુખી કદંબ પુષ્પના આકારે સ્થિત હજારો યોજનના તાપ ક્ષેત્રને પ્રકાશિત કરતા; અનેક હજારો વૈક્રિય રૂપ ધારણ કરનારી બાહ્ય પરિષદથી (નાટકાદિ કરનારા નોકર જેવા દેવોના સમૂહથી) પરિવૃત્ત થઈ નાટક, ગીત સાથે તંતી, તલ તાલ, ત્રુટિત, ઘન, મૃદંગાદિ વાજિંત્રના મધુર ધ્વનિ વગેરે દ્વારા દિવ્ય ભોગોને ભોગવતા; મોટા, ઉત્કૃષ્ટસિંહનાદ કરતા; કલરવ કરતાં, નિર્મળ- ઉજ્જવળ એવા પર્વતરાજ-મેરુની પ્રદક્ષિણાવર્ત મંડલગતિએ (મેરુ પર્વત જમણીબાજુ જ રહે તેવી વર્તુળાકાર ગતિએ) પ્રદક્ષિણા કરતા રહે છે. २० ता तेसिं णं देवाणं जाहे इंदे चयइ से कयमियाणिं पकरेंति ? ता चत्तारि पंच सामाणियादेवा तं ठाणं उवसंपज्जित्ताणं विहरंति जाव अण्णे तत्थ इंदे उववण्णे भवइ ।