________________
પ્રાભૃત-૧૯
૩૭૯ ]
सूरस्स य सूरस्स य, ससिणो ससिणो य अंतरं होई ।
___ बाहिं तु माणुसणगस्स, जोयणाणं सयसहस्सं ॥२६॥ ગાથાર્થ– માનુષોત્તર પર્વતની બહાર સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું અંતર એક લાખ(૧,૦૦,૦૦૦) યોજનનું છે. રડ્યા.
सूरतरिया चंदा, चंदंतरिया य दिणयरा दित्ता ।।
चिंत्तंतरलेसागा, सुहलेसा मंदलेसा य ॥२७॥ ગાથાર્થ– મનુષ્ય ક્ષેત્રની બહાર વર્તુલાકારે એક પિટકમાં ક્રમશઃ સૂર્ય પછી ચંદ્ર અને ચંદ્ર પછી સૂર્ય પચાસ-પચાસ હજાર(૫0,000) યોજનાના આંતરે પોત-પોતાના તેજ પુંજથી પ્રકાશિત થાય છે. તેની પ્રકાશરૂપ લેશ્યા મિશ્રિત હોય છે. સામાન્ય રીતે ચંદ્રનો પ્રકાશ શીતલ છે અને સૂર્યનો પ્રકાશ ઉષ્ણ છે પરંતુ અહીં સૂર્ય ચંદ્રનો પ્રકાશ એક બીજામાં મિશ્રિત થતો હોવાથી મનુષ્ય લોકની જેમ અતિ શીતળ અથવા અત્યંત ગરમ હોતો નથી પરંતુ સુખરૂપ હોય છે.ll૨૭ી
अट्ठासीइं च गहा, अट्ठावीसं च हुति णक्खत्ता ।
एगससी परिवारो, एत्तो ताराण वोच्छामि ॥२८॥ ગાથાર્થ– એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહ અને ૨૮ નક્ષત્ર હોય છે. તારાઓની સંખ્યા આગળની ગાથાઓમાં છે. ll૨૮.
छावट्ठि सहस्साइं, णव चेव सयाई पंचसयराई ।
एगससी परिवारो, तारागण कोडिकोडीणं ॥२९॥ ગાથાર્થ– એક ચંદ્રના પરિવારમાં ૬,૯૭૫(છાસઠ હજાર, નવસો પંચોતેર) ક્રોડાકોડી તારાઓ છે.રા વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં અઢીદ્વીપની બહારના જ્યોતિષમંડળ વિષયક કથન છે. અઢીદ્વીપની બહાર અસંખ્ય દ્વીપ-સમુદ્રો હોવાથી તેમાં અસંખ્ય ચંદ્ર-સૂર્ય પોતાના ગ્રહ-નક્ષત્ર અને તારાના પરિવાર સહિત સ્થિત છે, સ્થિર છે. સૂર્યની ગતિના અભાવથી ત્યાં રાત્રિ કે દિવસ થતાં નથી સદાને માટે એક સમાન કાલ હોય છે.
માનુષોત્તર પર્વતની બહારના દ્વીપ સમુદ્રોમાં સુર્ય ચંદ્રાંતરિત છે અને ચન્દ્ર સુર્યાતરિત છે અર્થાતુ બે સૂર્ય વચ્ચે એક ચંદ્ર હોય છે, તે જ રીતે બે ચન્દ્ર વચ્ચે એક સૂર્ય હોય છે. સંક્ષેપમાં એક ચંદ્ર, એક સૂર્ય ફરી એક ચંદ્ર અને એક સૂર્ય તે રીતે ક્રમશઃ ગોઠવાયેલા સ્થિત છે. ત્યાં એક ચંદ્ર અને સૂર્ય વચ્ચે ૫0,000 યોજનનું અંતર હોય છે અને સૂર્ય-સૂર્ય અથવા ચંદ્ર-ચંદ્ર વચ્ચે એક લાખ યોજનાનું અંતર હોય છે.
ચંદ્ર-સૂર્ય પ્રત્યેકનો પ્રકાશ એક લાખ યોજન વિસ્તારવાળો છે. ચંદ્ર-સૂર્ય વચ્ચેનું અંતર ૫0,000 યોજન છે, તેથી ચંદ્ર અને સૂર્ય બંનેનો પ્રકાશ મિશ્રિત છે. આ જ્યોતિષ્ક દેવોના વિમાનોનું પ્રકાશ ક્ષેત્ર પાકી ઈટ જેવા લંબચોરસ આકારવાળું છે. તે તાપક્ષેત્રની લંબાઈ અનેક લાખ યોજનાની અને પહોળાઈ ૧ લાખ યોજનની છે.