________________
૩૭૮ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
વજુવાપુરાડિયા :- ચંદ્ર-સૂર્યના તાપક્ષેત્રનું સંસ્થાન કદંબ પુષ્પ જેવું છે. જેમ બેટરીનો પ્રકાશ બેટરીની સમીપે સાંકડો અને દૂર જતાં વિસ્તારવાળો થતો જાય છે તેમ સૂર્યનો પ્રકાશ મેરુ પર્વતની સમીપે સાંકડો અને બહારની બાજુ-લવણ સમુદ્ર સમીપે પહોળો હોય છે. શુક્લપક્ષ-કૃષ્ણપક્ષ - રાહુ નામના મહાગ્રહના બે પ્રકાર છે. પર્વ રાહુ અને ધ્રુવ રાહુ અથવા નિત્ય રાહુ. પર્વ રાહુ કયારેક પોતાના વિમાનથી ચંદ્ર વિમાનને અથવા સૂર્યવિમાનને ઢાંકીને ચાલે છે. તેને કારણે ચંદ્ર ગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે.
ધ્રુવ રાહુનું વિમાન હંમેશાં ચંદ્રવિમાનથી ચાર અંગુલ નીચે રહીને જ ગતિ કરે છે. ધ્રુવરાહુ (નિત્યરાહ)નું વિમાન કાળા વર્ણનું છે. તેનો કાળો વર્ણ હોવાથી ચંદ્ર વિમાનનો પ્રકાશ આવરિત થાય છે. સૂત્રમાં તેને આવરિત થવાનું ચોક્કસ પ્રમાણ દર્શાવ્યું છે. ચંદ્ર વિમાનના દર ભાગ કરવામાં આવે, તો બાસઠીયા બે ભાગ સદાને માટે અનાવરિત હોય છે. શેષ ૬૦ ભાગને ૧૫ થી ભાગતા ચાર ભાગ થાય છે. પ્રતિદિન ચંદ્રના ચાર ભાગને અથવા રાહુ વિમાનના પંદર વિભાગ કરીએ તો પ્રતિદિન રાહુનું વિમાન ચંદ્ર વિમાનના એક ભાગને આવરિત કરે છે– ઢાંકે છે. આ રીતે ચાર-ચાર બાસઠયા ભાગ અથવા એક-એક પંદરમા ભાગને ઢાંકતા નિત્ય રાહુ દ્વારા પંદર દિવસે ચંદ્ર વિમાન સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય છે અને ત્યાર પછી ક્રમશઃ પ્રતિદિન ચાર-ચાર બાસઠીયા ભાગ અથવા એક-એક પંદરમો ભાગ ખુલ્લો થતાં પંદર દિવસે ચંદ્ર વિમાન સંપૂર્ણ રીતે પ્રગટ થઈ જાય છે.
આ રીતે જ્યારે ચંદ્ર વિમાન ક્રમશઃ ઢંકાતુ હોય, ત્યારે અંધકારની બહુલતા થતી જાય, તે પંદર દિવસ કૃષ્ણપક્ષ કહેવાય છે અને ક્રમશઃ ચંદ્રનો એક-એક પંદરમો ભાગ એટલે એક એક કળા ખુલતી જાય, ત્યારે પ્રકાશની બહુલતા થતી જાય છે અને તે પંદર દિવસો શુક્લપક્ષ કહેવાય છે. વાવડું વાવ૬ વિલે... (ગાથા–૧૫) અહીં પ્રતિદિન ૨ ભાગ વધવાનું કથન છે, અહીં બાસઠથી બાસઠીયા ચાર ભાગ ગ્રહણ કરવામાં આવે છે. અવયવે સમુલાયોપવાર વૃત્તિ. બાસઠીયા ચાર ભાગમાં ચાર અવયવ છે. તેમાં સમુદાય રૂ૫ દરનો ઉપચાર કરીને સૂત્રકારે પ્રતિદિન બાસઠ ભાગ વધે છે, તેમ કહ્યું છે. વાસ્તવમાં è ભાગની વૃદ્ધિ-હાનિ થયા છે. અઢીદ્વીપના બહારના જ્યોતિષ્ક દેવો:
વિદિત્ય ૩ માપુર, ચંદ્ર-સૂરીજડવા નોમ |
चंदा अभिईजुत्ता, सूरा पुण हुति पुस्सेहिं ॥२४॥ ગાથાર્થ માનુષોત્તર પર્વતની બહાર અર્થાતુ અઢીદ્વીપની બહાર ચંદ્ર-સૂર્યનો પ્રકાશ અવસ્થિત રહે છે. તેમાં ચંદ્ર હંમેશાં અભિજિત નક્ષત્ર સાથે અને સૂર્ય પુષ્ય નક્ષત્ર સાથે યોગમાં રહે છે.રિ૪ો.
चंदाओ सूरस्स य, सूरा चंदस्स अंतरं होइ ।
पण्णाससहस्साई, तु जोयणाणं अणूणाई ॥२५॥ ગાથાર્થ મનુષ્ય ક્ષેત્રની બહાર ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું પરસ્પર અંતર પચાસ-પચાસ હજાર(૫૦,૦૦૦) યોજનાનું છે. રિપી
१७