________________
પ્રાભૃત-૧૯
_.
અનુભવના આધારે તેની ગણના કરીને વ્યક્તિના જન્મ સમયના નક્ષત્ર આદિના આધારે તેની શુભાશુભ ભૂત-ભાવિ ઘટનાઓ જાણી શકાય છે.
કર્મોના ઉદય, ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ નિમિત્ત બને છે અર્થાત્ શુભ કર્મોના વિપાકમાં શુભ દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી કારણભૂત બને છે અને અશુભ કર્મોના ફળમાં અશુભ દ્રવ્ય ક્ષેત્ર આદિ સામગ્રી કારણભૂત બને છે. વ્યક્તિના જન્મ સમયે નક્ષત્રાદિનો ચંદ્ર સાથે અનુકૂળ સંયોગ હોય, તો તે પ્રાયઃ શુભ કર્મો, તથા પ્રકારની વિપાક સામગ્રી મેળવીને ઉદયમાં આવે છે અને તેના કારણે વ્યક્તિને શરીરની નીરોગીતા, ધર્મ વૃદ્ધિ, વેર ઉપશમન, પ્રિય સંયોગ, કાર્યસિદ્ધિ વગેરે સુખદાયી ફળ મળે છે. વ્યક્તિના જન્મ સમયે નક્ષત્રાદિનો ચંદ્ર સાથે પ્રતિકૂળ સંયોગ હોય, તો તે પ્રાયઃ અશુભ કર્મો, તથા પ્રકારની વિપાક સામગ્રી મેળવીને ઉદયમાં આવે છે, તેથી લોકો પોતાના વિશિષ્ટ કાર્યનો પ્રારંભ શુભ તિથિ, શ્રેષ્ઠ નક્ષત્ર આદિમાં કરે છે. તાવવત્ત તુ ૧૫ નિયમ :- સૂર્ય બાહ્ય મંડલથી આત્યંતર મંડલ તરફ ગતિ કરે ત્યારે તેનું તાપક્ષેત્ર વધતું જાય છે અને આત્યંતર મંડલથી બાહ્ય મંડલ તરફ ગતિ કરે ત્યારે તેનું તાપક્ષેત્ર ક્રમશઃ ઘટતું જાય છે.
સૂર્ય આત્યંતર મંડલ તરફ ગતિ કરે છે ત્યારે તે મેરુ પર્વતની નજીક આવતો જાય છે અને તેનું તાપક્ષેત્ર ક્રમશઃ વધતુ જાય છે. જ્યારે તે સર્વાત્યંતર મંડલ પર હોય, ત્યારે ઉત્તરાયણના અંતિમ દિવસે જંબુદ્વીપના છ દસાંશ()ભાગને પ્રકાશિત કરે છે અને તે બાહ્ય મંડલ તરફ ગતિ કરે, ત્યારે મેરુ પર્વતથી દૂર થતો જાય છે અને તેનું તાપક્ષેત્ર ક્રમશઃ ઘટતું જાય છે. જ્યારે સૂર્ય સર્વ બાહ્ય મંડલ પર હોય, ત્યારે દક્ષિણાયનના અંતિમ દિવસે જંબૂદ્વીપના ચાર દસાંશ () ભાગને મંદ રૂપે પ્રકાશિત કરે છે. આ રીતે સૂર્યની ગતિ અનુસાર તાપક્ષેત્રમાં વધઘટ થાય છે. તાપ અંધકાર ક્ષેત્રનો આકાર :
તાપ ક્ષેત્ર
અંધકારે
'અંધાર ક્ષેત્ર
તે અંધકાર
Tછે.
તેમપતો
તાપ ત્રિ