________________
૩૭૬ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર
આ રીતે અઢીદ્વીપમાં સૂર્ય પંક્તિ અને ચંદ્ર પંક્તિ પરિભ્રમણમાં ક્યારેક સાથે અને ક્યારેક આગળ પાછળ થઈ જાય છે. તેમ છતાં પોત-પોતાની ઇ-ની ચારે પંક્તિ કાયમ રહે છે. છપ્પા તો ખરા - નક્ષત્રોની પદ પંક્તિઓ છે, યથા- જંબૂદ્વીપના દક્ષિણામાં ૨૮ નક્ષત્રો છે, ઉત્તરાદ્ધમાં ૨૮ નક્ષત્રો છે, આ રીતે બે સૂર્ય-ચંદ્રના પરિવારરૂપ પ નક્ષત્રોની પદ પંક્તિ હોય છે. તે એક-એક પંક્તિમાં અભિજિત આદિ દરેક નક્ષત્રો -દડ્રની સંખ્યામાં હોય છે. પ્રત્યેક પંક્તિનો પ્રારંભ જંબુદ્વીપથી થાય છે અને તેનો અંત અર્ધ પુષ્કર દ્વીપમાં થાય છે. ત્યાં સુધી એક દિશામાં ૬૬ ચંદ્ર સૂર્ય હોય છે, તેમ દરેક નક્ષત્ર પણ ૬-૬૬ હોય છે.
આ રીતે જંબુદ્વીપના બે ચંદ્ર-સૂર્યના પરિવાર રૂ૫ ૫૬ નક્ષત્રો હોવાથી નક્ષત્રોની પ૬ પંક્તિઓ છે અને અઢીદ્વીપના દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધમાં ૬-૬૬ ચંદ્ર-સૂર્યો હોવાથી એક-એક પંક્તિમાં ૬૬-૬૬ ચંદ્ર-સૂર્યોની જેમ નક્ષત્રો પણ ૬-૬૬ હોય છે. છાવત્તાં હાઈ પતિઃ - ગ્રહોની ૧૭૬ પંક્તિઓ છે. એક ચંદ્ર-સૂર્યના પરિવાર રૂ૫ ૮૮ ગ્રહો છે. જંબૂદ્વીપના બે ચંદ્ર-સૂર્યના પરિવાર રૂપ ૧૭૬ ગ્રહો હોવાથી ગ્રહોની ૧૭૬ પંક્તિઓ છે અને અઢીદ્વીપના દક્ષિણાદ્ધ અને ઉત્તરાદ્ધમાં ૬૬-૬૬ ચંદ્રોની સમાન જ એક-એક પંક્તિમાં ૬૬-૬૬ તે જ નામવાળા ગ્રહો હોય છે. ગ્રહોનું પરિભ્રમણ એક મંડલથી બીજા મંડલ પર થાય છે અને તે ચંદ્ર-સૂર્યની જેમ પંક્તિબદ્ધ પરિભ્રમણ કરે છે. પથવિત્તમંડલા :- પ્રદક્ષિણાવર્તમંડલ. અઢીદ્વીપ ક્ષેત્રનું સંપૂર્ણ જ્યોતિષ મંડલ મેરુ પર્વતને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. તેના પરિભ્રમણની દિશા હંમેશાં એક સમાન હોય છે. સૂત્રમાં તેની દિશાને લક્ષમાં રાખીને તેના માટે પવિત્તમંડ– પ્રદક્ષિણાવર્ત મંડલ શબ્દનો પ્રયોગ છે. પ્રખ सर्वासु दिक्षु विदिक्षु च परिभ्रमतां चन्द्रादीनां दक्षिण एव मेरुर्भवति यस्मिन्नावर्तेमण्डलपरिभ्रमणरुपे स प्रदक्षिण: आवर्तो येषां मण्डलानां तानि प्रदक्षिणावर्तानि।
સર્વ દિશાઓ અને વિદિશાઓમાં પરિભ્રમણ કરતા ચંદ્ર-સૂર્યની દક્ષિણમાં અર્થાત્ જમણી બાજુએ જ મેરુપર્વત રહે છે. આ પ્રકારના પરિભ્રમણને પ્રદક્ષિણાવર્તમંડલ પરિભ્રમણ કહે છે. વ્યવહારમાં પણ જમણી તરફથી આવર્તનનો પ્રારંભ થાય તેને પ્રદક્ષિણા કહે છે. સૂર્યાદિના પરિભ્રમણનો પ્રારંભ જમણી તરફથી થાય છે. આ પ્રકારના જ્યોતિષ મંડલના પરિભ્રમણને પ્રદક્ષિણાવર્તમંડલ કહે છે.
ચંદ્ર, સુર્ય અને ગ્રહો પરિભ્રમણ કરતાં કરતાં એક મંડલથી બીજા મંડલ પર જાય છે અર્થાતુ તેના મંડલ અનવસ્થિત છે. જ્યારે નક્ષત્ર અને તારા પોતાના એક જ મંડલ પર રહીને સતત પરિભ્રમણ કરે છે, તેથી તેના મંડલ અવસ્થિત છે. ૩ વ મ વ સંમો Oિ - અઢીદ્વીપના ચંદ્ર-સૂર્ય આદિ સતત પરિભ્રમણ કરે છે, પરંતુ તેઓનું ઉપર કે નીચેની તરફ સંક્રમણ થતું નથી. સમપૃથ્વીથી ૭૯૦ યોજનથી ૯00 યોજન સુધીની ઊંચાઈમાં
જ્યોતિષ મંડલ છે. તેમાં ચંદ્ર-સૂર્ય આદિ જે જે ઊંચાઈએ છે, તે ઊંચાઈ હંમેશાં એક સમાન રહે છે. વાવતેરે મને હ૬/વિહી:- જ્યોતિષી દેવોની ગતિ વિશેષથી મનુષ્યોના સુખ દુઃખનું જ્ઞાન થાય છે. અહીં વિહી શબ્દ જ્ઞાન અર્થમાં છે. ગતિશીલ ગ્રહ અને નક્ષત્રોના ચંદ્ર અને સૂર્ય સાથેના વિશેષ પ્રકારના સંયોગથી કેટલાક શુભ કે અશુભ યોગ નિષ્પન્ન થાય છે. જ્યોતિષ શાસ્ત્રના અધ્યયન કે