SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ] શ્રી ચંદ્ર-સૂર્ય પ્રાપ્તિ સૂત્ર સૂર્યોનું પ્રમાણ, તે પહેલાના નિકટવર્તી દ્વીપ અથવા સમુદ્રના પ્રમાણથી ત્રણ ગુણા કરીને તેમાં જંબુદ્વીપ સુધીના પાછળના બધા ચંદ્રો અને સૂર્યો ઉમેરવાથી પ્રાપ્ત થાય છે. (જેમ કે ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય છે. કાલોદધિ સમુદ્રમાં તેનાથી ત્રણ ગુણા અર્થાત્ ૧૨૪૩ = ૩૬ તથા પૂર્વના જંબૂદ્વીપના બે અને લવણ સમુદ્રના ચાર કુલ છ ઉમેરવાથી ૩૬+$=૪૨ ચંદ્ર અને ૪૨ સુર્ય કાલોદધિ સમુદ્રમાં પ્રાપ્ત થાય છે. તેને ત્રણ ગણા કરવાથી એટલે ૪૨૪૩ = ૧૨૬ એકસો છવ્વીસ થાય. તેમાં પહેલાના એટલે કે જંબૂઢીપના ૨, લવણ સમુદ્રના ૪, ધાતકીખંડદ્વીપના ૧૨, એમ કુલ ૧૨+૪+૨ = ૧૮ અઢાર ઉમેરવાથી ૧૨+૧૮ = ૧૪૪ ચંદ્ર-સૂર્ય પુષ્કરવરદ્વીપમાં હોય છે. रिक्खग्गह-ताराग्गं, दीव-समुद्दे जहिच्छसी जाउं । तस्स ससीहिं तिग्गुणियं, रिक्ख-ग्गह-तारगग्गं तु ॥२३॥ ગાથાર્થ જે દ્વીપો અને સમુદ્રોમાં નક્ષત્ર, ગ્રહ તેમજ તારાઓનું પ્રમાણ જાણવાની ઇચ્છા હોય, તે દ્વીપો અને સમુદ્રોના ચંદ્ર સૂર્યોની સંખ્યા સાથે નક્ષત્રાદિની સંખ્યાનો ગુણાકાર કરવો જોઈએ. (જેમ કે- લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર છે અને એક-એક ચંદ્રના પરિવારમાં ૨૮ નક્ષત્ર છે, તેથી ૨૮૪૪ = ૧૧૨ નક્ષત્રો લવણસમુદ્રમાં હોય છે. તે જ રીતે એક ચંદ્રના પરિવારમાં ૮૮ ગ્રહ છે, તેથી ૮૮૪૪ = ૩૫ર ગ્રહ લવણ સમુદ્રમાં હોય છે. ૬,૯૭૫(છાસઠ હજાર, નવસો પંચોતેર) ક્રોડાકોડી તારાગણ એક ચંદ્રના પરિવારમાં છે, તેથી ૬,૯૭૫૪૪ = ૨,૬૭,૯૦૦(બે લાખ, સડસઠ હજાર, નવસો) ક્રોડાકોડી તારાગણ લવણ સમુદ્રમાં છે. રિફll વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં સૂત્રકારે મનુષ્ય ક્ષેત્રના જ્યોતિષી વિમાનો, તેની સંખ્યા, ગતિવિધિ આદિ વિષયોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. અઢીદ્વીપમાં જ્યોતિષી દેવોની સંખ્યા :- અઢીદ્વીપમાં ૧૩ર ચંદ્રો અને ૧૩ર સૂર્યો પોતાના પરિવારના ગ્રહ, નક્ષત્ર અને તારાઓ સહિત પરિભ્રમણ કરી રહ્યા છે. ૧૩ર સૂર્યોમાંથી ૬ સૂર્યો એક દિશામાં અને તેની સામી દિશામાં બીજા દ સૂર્યો હોય છે. દાખલા તરીકે ૬ સૂર્ય પૂર્વ વિભાગમાં અને ૬ સૂર્ય પશ્ચિમ વિભાગમાં હોય, તે સમયે ૬ ચંદ્ર ઉત્તર વિભાગમાં અને ૬ ચંદ્ર દક્ષિણ વિભાગમાં હોય છે. મી હક બાપ શ0 K D D DD _ પરk0 % કઈ | # # દ રમૂજ # દિનીષ ૬% સૂપ # # # ૫ x ૫ ક | # 7 ( S - swsid as । આનર પુખર દી
SR No.008776
Book TitleAgam 16 17 Chandra Pragnapti Surya Pragnapti Sutra
Original Sutra AuthorN/A
AuthorRajematibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages526
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_chandrapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy