________________
| પ્રાભૃત-૧૯.
[ ૩૭૩ ]
एवं वड्डइ चंदो, परिहाणी एव होइ चंदस्स ।।
कालो वा जोण्हो वा, एवऽणुभावेण चंदस्स ॥१७॥ ગાથાર્થ ચંદ્ર શુક્લપક્ષમાં કેમ વધે છે અને કૃષ્ણપક્ષમાં કેમ ઘટે છે ? કયા કારણથી કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ થાય છે? I/૧all
કાળા રંગનું રાહુનું વિમાન હંમેશાં ચંદ્ર વિમાનની નીચે ચાર અંગુલ દૂર રહી ચંદ્ર વિમાનની સાથે ચાલે છે. આ પ્રમાણે ચાલતા તે રાહુ વિમાનની ચાલ વિશેષ(હીનાધિક ગતિ)ના કારણે શુક્લપક્ષમાં ધીરે ધીરે ચંદ્રને પ્રગટ કરે છે અને કૃષ્ણપક્ષમાં તેને ધીરે ધીરે ઢાંકી દે છે. ll૧૪
શુક્લપક્ષમાં ચંદ્રનો પ્રકાશ દરરોજ ચંદ્ર વિમાનના બાસઠ–બાસઠ ભાગ પ્રમાણ અર્થાત્ બાસઠીયા ચાર-ચાર ભાગ વધે છે અને કૃષ્ણપક્ષમાં તે જ પ્રમાણે ક્રમશઃ ઘટે છે. ll૧પ
કૃષ્ણપક્ષમાં રાહુનું વિમાન ચંદ્ર વિમાનના (૧૫) પંદરમા ભાગને પોતાના પંદરમાં ભાગથી ઢાંકે છે અને શુક્લપક્ષમાં તે પંદરમા ભાગને મુક્ત કરે છે. [૧] આ પ્રમાણે ચંદ્રની વૃદ્ધિ અને હાનિ) વધ અને ઘટના આધારે કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ થાય છે. ll૧૭ll
अंतोमणुस्सखेत्ते, हवंति चारोवगा उ उववण्णा ।
पंचविहा जोइसिया, चंदा सूरा गहगणा य ॥१८॥ ગાથાર્થ– મનુષ્ય ક્ષેત્રની અંદર ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તેમજ તારા, આ પાંચ પ્રકારના જ્યોતિષી દેવોના વિમાનો ભ્રમણશીલ છે. ll૧૮
तेण परं जे सेसा, चंदाइच्च-गह-तार-णक्खत्ता ।
णत्थि गई णवि चारो, अवटिया ते मुणेयव्वा ॥१९॥ ગાથાર્થ_ અઢીદ્વીપની બહાર જે ચંદ્ર, સુર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાગણ છે, તે ગતિ રહિત છે અને તેનું પ્રકાશ ક્ષેત્ર પણ અવસ્થિત(સ્થિત) છે. ll૧૯ો
एवं जंबुद्दीवे दुगुणा, लवणे चउग्गुणा हुति । लावणगा य तिगुणिया, ससि-सूरा धायईसंडे ॥२०॥ दो चंदा इह दीवे, चत्तारि य सायरे लवणतोए ।
धायइसंडे दीवे, बारस चंदा य सूरा य ॥२१॥ ગાથાર્થ આ રીતે એક ચંદ્ર અને એક સૂર્યથી દ્વિગુણિત (બમણા) અર્થાતુ બે ચંદ્ર અને બે સૂર્ય જંબુદ્વીપમાં છે. એક ચંદ્ર અને એક સૂર્યની અપેક્ષાએ ચાર ગુણા અર્થાત્ ચાર ચંદ્ર અને ચાર સૂર્ય લવણ સમુદ્રમાં છે અને લવણ સમુદ્ર કરતા ત્રણ ગુણા(૪ x ૩ =) ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય ધાતકી ખંડદ્વીપમાં છે.પારની
धायइसंडप्पभिइ, उद्दिट्ठा तिगुणिया भवे चंदा ।
आइल्ल-चंद सहिया, अणंतराणंतरे खेत्ते ॥२२॥ ગાથાર્થ– ધાતકીખંડદ્વીપ પછીના આગળના સમુદ્ર અને દ્વીપોમાં અર્થાત્ મનુષ્ય ક્ષેત્ર સુધીમાં ચંદ્ર અને