________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રક્ષપ્તિ સૂત્ર
પુષ્કરાર્ધ દ્વીપમાં છ હજાર ત્રણસો છત્રીસ (૬, ૩૩૬) મહાગ્રહો તથા બે હજાર સોળ (૨,૦૧૬) નક્ષત્રો અને અડતાલીસ લાખ બાવીસ હજાર બસો (૪૮,૨૨,૨૦૦) ક્રોડાક્રોડી તારાઓ છે. II૪–૫॥ પરિભ્રમણ કરતાં ૧૩૨ ચંદ્રો અને ૧૩૨ સૂર્યો સંપૂર્ણ મનુષ્ય ક્ષેત્રને પ્રકાશિત કરે છે. IIII અગિયાર હજાર, છસો સોળ (૧૧,૧૬) મહાગ્રહો અને ત્રણ હજાર, છસો છન્નુ (૩,૯૬) નક્ષત્રો ચંદ્ર-સૂર્યની સાથે યોગ કરે છે. III
068
જૂનાધિકતા વિના અઠયાસી લાખ, ચાલીસ હજાર, સાતસો (૮૮,૪૦,૦૦૦) ક્રોડાક્રોડી તારાઓ મનુષ્ય ક્ષેત્રમાં શોભતા હતા, શોભે છે અને શોભશે. IILII
આ પ્રમાણે મનુષ્ય ક્ષેત્રમાં તારાઓનો સમૂહ પૂર્વોક્ત સંખ્યા પ્રમાણે કહ્યો છે. મનુષ્ય ક્ષેત્રની બહાર તારાઓના સમૂહની સંખ્યા જિનેશ્વરોએ અસંખ્યાત કહી છે. (અસંખ્યાત દ્વીપ સમુદ્ર હોવાથી દરેક દ્વીપમાં યથાયોગ્ય સંખ્યાત-અસંખ્યાત તારાગણ છે.) IIા
મનુષ્ય લોકમાં જે તારાગણોનું પ્રમાણ કહ્યું છે તે સર્વ જ્યોતિષદેવોના વિમાન રૂપ છે. તેના ચાર ક્ષેત્રનું એટલે પ્રકાશ ક્ષેત્રનું સંસ્થાન કદંબ પુષ્પ સમાન છે. (તે મૂળમાં મેરુ પર્વતની તરફ સાંકડું અને બહાર જગતી તરફ પહોળું છે તથા તે પ્રકાશ પણ તેની સાથે જ ગતિશીલ છે.) II૧૦ના
સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાગણનું પ્રમાણ મનુષ્યલોકમાં જે કહ્યું છે, તે તથા તેના નામ-ગોત્ર આદિ સ્વરૂપ સામાન્ય વ્યક્તિ ક્યારેય કહી શકે નહીં, તેથી તેને સર્વજ્ઞ કથિત માની તેના પર શ્રદ્ધા કરવી જોઈએ. ॥૧॥ વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સમયક્ષેત્ર–મનુષ્યક્ષેત્રના જ્યોતિષ્ક વિમાનોનું કથન છે.
જંબુદ્વીપ, લવણ સમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, કાલોદધિ સમુદ્ર અને આત્યંતર પુષ્કર દ્વીપ, આ રીતે અઢીદ્વીપ અને બે સમુદ્ર પ્રમાણ ક્ષેત્રને અઢીદ્વીપ ક્ષેત્ર કહે છે. ત્યાં સૂર્ય-ચંદ્ર આદિ જ્યોતિષ્ક વિમાનો નિરંતર ગતિશીલ છે. તેનાથી ત્યાં રાત-દિવસ રૂપ સમયની ગણના થાય છે, તેથી તેને સમયક્ષેત્ર અને તેટલા ક્ષેત્રમાં જ મનુષ્યોનો નિવાસ હોવાથી તેને મનુષ્યક્ષેત્ર કહે છે.
જંબુદ્રીપ આદિ પૂર્વોક્તક્ષેત્રમાં જ્યોતિષ્ક વિમાનોની સંખ્યાના નિરૂપણ પછી સૂત્રકારે સમુચ્ચય સમયક્ષેત્રના જ્યોતિષ્ક વિમાનોની સંખ્યાનું કથન કર્યું છે.
જંબુદ્રીપમાં બે ચંદ્ર-સૂર્ય, લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર-સૂર્ય, ધાતકીખંડદ્વીપમાં બાર ચંદ્ર-સૂર્ય, કાલોદધિ સમુદ્રમાં બેતાલીશ ચંદ્ર-સૂર્ય અને અર્ધ પુષ્કરદ્વીપમાાં બોતેર ચંદ્ર-સૂર્ય પોત-પોતાના પરિવાર સહિત પરિભ્રમણ કરી રહ્યા છે. આ રીતે અઢીદ્વીપમાં ૨ + ૪ + ૧૨ + ૪૨ + ૭૨ = ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય અને તેના પરિવાર રૂપ ૧૧,૬૧૬ ગ્રહો, ૩,૬૯૬ નક્ષત્રો, ૮૪,૪૦,૭૦૦ ક્રોડક્રોડી તારા વિમાનો પરિભ્રમણ કરે છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.
અઢીદ્વીપમાં જ્યોતિષ્ક દેવોની વિશેષતા :
१६
छावट्ठि पिडगाई, चंदाइच्चाण मणुयलोगंमि । दो चंदा दो सूरा, य हुंति एक्केक्कए पिडए ॥१॥