________________
૩૨ ]
શ્રી ચંદ્રસૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
મદદ વારં ચરિંસુ - મહાગ્રહ ચાલ ચાલે છે. ચાલ એટલે મંડળ ક્ષેત્ર પર પરિભ્રમણ કરવું. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર બધા પોત-પોતાના મંડળ પર પરિભ્રમણ કરે છે, પણ અહીં ગ્રહની ગતિ માટે 'ચાર' શબ્દનો પ્રયોગ કયો છે. તારીખ :- એક-એક ચંદ્રના પરિવારમાં ૬,૯૭૫ કોટાકોટિ તારાગણ હોય છે, તેથી બે ચંદ્રના કુલ મળી ૧,૩૩,૯૫૦ કોટાકોટિ તારાગણ છે.
પ્રાયઃપ્રતોમાં બીજા સૂત્રમાં તા અથઇ...નાવ પરહેવેનું પણ સૂત્રપાઠ પછી તા બંબૂદીવ दीवे केवइया चंदा पभासिंसु पभासिंति वा पभासिस्संति वा ? केवइया सूरिया तर्विसु वा तवेंति वा तविस्संति वा ? केवइया णक्खत्ता जोयं जोइंसु वा जोएंति वा जोइस्संतिवा ? केवइया गहा चारं चरिंसुवा चरंति वा चरिस्संति वा ? केवइया तारागणकोडिकोडीओ सोभं सोभैसु वा सोभैति वा સોfમખંતિ ? આ પ્રશ્નાત્મક સૂત્ર પાઠ જોવા મળે છે. વ્યાખ્યાકારે સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રની વૃત્તિમાં આ સૂત્રની વ્યાખ્યા કરી નથી. પ્રસ્તુત આગમની રચના શૈલી પ્રમાણે આ પ્રશ્નાત્મક સૂત્ર પાઠ અહીં ઉપયુક્ત જણાતો નથી. અન્યતીર્થીકોના મત પ્રદર્શન પછી વયે પુખ પર્વ વાતો કહ્યા પછી સ્વમતનું નિરૂપણ હોય છે પ્રશ્નોત્તર હોતા નથી. પૂર્વના પ્રાભૃતમાં સ્વમત પ્રતિપાદન સમયે પ્રશ્નાત્મક સૂત્ર નથી. તેથી પ્રસ્તુતમાં આ સૂત્રપાઠ ગ્રહણ કર્યો નથી. લવણ સમુદ્રમાં જ્યોતિષ્ક દેવો:| ३ ता जंबुद्दीवं दीवं लवणे णामं समुद्दे वट्टे वलयाकारसंठाणसंठिए सव्वओ समता संपरिक्खित्ता ण चिट्ठइ ।
ता लवणे णं समुद्दे किं समचक्कवालसंठिए विसमचक्कवालसंठिए ? ता लवणसमुद्दे समचक्कवालसंठिए, णो विसमचक्कवालसंठिए ।
ता लवणसमुद्दे केवइयं चक्कवालविक्खंभेणं केवइयं परिक्खेवेणं आहिए ति वएज्जा ? ता दो जोयण सयसहस्साई चक्कवाल विक्खभेणं, पण्णरस जोयण सयसहस्साई एक्कासीइं च सहस्साई सयं च एगूणचालीसं किंचि विसेसूणं परिक्खेवेणं आहिएति वएज्जा । ભાવાર્થ - લવણ સમુદ્ર જંબૂઢીપ નામના દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલો છે. તેનો આકાર વલયાકાર ચૂડી જેવો ગોળ છે.
પ્રશ્ન- તે લવણ સમુદ્ર સમચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત છે? ઉત્તર- તે લવણ સમુદ્ર સમચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત નથી.
પ્રશ્ન- તે લવણ સમુદ્રનો ચક્રવાલ વિખંભ કેટલો છે અને પરિધિ કેટલી છે? ઉત્તર– લવણ સમુદ્રનો ચક્રવાલ વિખંભ બે લાખ યોજનાનો છે. તેની પરિધિ કિંચિંતુ ન્યૂન પંદરલાખ એકયાસી હજાર, એકસો ઓગણચાલીસ(૧૫,૮૧,૧૩૯) યોજનની છે.