________________
પ્રાભૃત-૧૯.
૩૬૧ |
જંબૂદ્વીપમાં જ્યોતિષ્ક દેવોઃ| २ वयं पुण एवं वयामो ता अयण्णं जंबुद्दीवे दीवे सव्वदीवसमुद्दाणं जाव परिक्खेवेणं पण्णत्ते ।।
ता जंबुद्दीवे दीवे- दो चंदा पभासेंसु वा पभासेंति वा पभासिस्संति वा दो सूरिया तर्विसु वा तवेति वा तविस्संति वा, छप्पण्णं णक्खत्ता जोयं जोएंसु वा जोएंति वा जोइस्संति वा, छावत्तरि गहसयं चारं चरिंसु वा चरंति वा चरिस्संति वा, एगं सयसहस्सं तेत्तीसं च सहस्सा णव सया पण्णासा तारागणकोडिकोडीणं सोभं सोमेंसु वा सोभंति वा सोभिस्संति वा ।
दो चंदा दो सूरा, णक्खत्ता खलु हवंति छप्पण्णा । छावत्तरं गहसयं, जंबुद्दीवे विचारी णं ॥१॥ एगं च सयसहस्सं तेत्तीसं खलु भवे सहस्साई ।
णव य सया पण्णासा, तारागणकोडिकोडीणं ॥२॥ ભાવાર્થ :- પ્રશ્ન- ભગવાન એમ કહે છે કે- સર્વદીપ–સમુદ્રની મધ્યમાં પરિધિથી યુક્ત જંબૂદ્વીપ નામનો દ્વીપ છે. તે જંબૂદ્વીપમાં– બે ચંદ્ર પ્રકાશ કરતા હતા, કરે છે અને કરશે. બે સૂર્ય તપતા હતા, તપે છે અને તપશે. પદનક્ષત્રો યોગ કરતા હતા, કરે છે અને કરશે. ૧૭૬ ગ્રહો પરિભ્રમણ કરતા હતા, કરે છે અને કરશે. એક લાખ, તેત્રીસ હજાર, નવસો પચાસ(૧,૩૩,૯૫૦) ક્રોડાકોડી તારાઓ શોભતા હતાં, શોભે છે અને શોભશે. ગાથાર્થ -બે ચંદ્ર, બે સૂર્ય, છપ્પન નક્ષત્ર, એક સો છોતેર ગ્રહ, ૧,૩૩,૯૫૦ ક્રોડાકોડી તારાઓ જેબૂદ્વીપમાં વિચરણ(પરિભ્રમણ) કરે છે. ll૧–રા વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં જંબુદ્વીપમાં પરિભ્રમણ કરતા જ્યોતિષ્ક વિમાનોનું નિરૂપણ છે. ચંદ્ર અને સૂર્ય બંને ઇન્દ્રરૂપ છે. પ્રત્યેક ચંદ્રન્દ્ર અને સૂર્યેન્દ્રના પરિવારમાં ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬,૯૭૫ ક્રોડાકોડી તારાઓ હોય છે. રંવાભાલિતુઃ- ચંદ્રની પ્રભા એટલે પ્રકાશ. ચંદ્રના પ્રકાશને ઉદ્યોત કહે છે. ચંદ્ર વિમાનના પૃથ્વીકાયિક જીવોને ઉદ્યોત નામકર્મનો ઉદય હોય છે તેથી તેઓ શીત સ્પર્શ અને પ્રકાશિત શરીરવાળા હોય છે. જંબૂદ્વીપમાં બે ચંદ્ર હોય છે, તે બંને ચંદ્ર સામસામી દિશાઓને પ્રકાશિત કરે છે. જૂરિયા તવસુઃ- સૂર્યનો તાપ એટલે આતાપ, સૂર્યવિમાનના પૃથ્વીકાયિક જીવોને આતપ નામકર્મનો ઉદય હોય છે તેથી તેઓ ઉષ્ણ સ્પર્શ અને પ્રકાશિત શરીરવાળા હોય છે. જંબુદ્વીપમાં બે સુર્ય સામસામી દિશામાં પ્રકાશ કરે છે. પ ત્તા નોr - પોત-પોતાના મંડળ ઉપર પરિભ્રમણ કરતાં નક્ષત્રો જેટલો સમય ચંદ્ર અને સૂર્ય સાથે રહે, સાથે પરિભ્રમણ કરે, તેને યોગ કહે છે.