________________
પ્રાકૃત-૧૮
૩૫૭
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષ્ક દેવોના અલ્પબહુત્વનું વર્ણન છે. ચંદ્ર અને સૂર્યની સંખ્યા સમાન છે. પ્રત્યેક દ્વીપ અને પ્રત્યેક સમુદ્રમાં તેઓ સમસંખ્યક હોય છે અને પાંચે જ્યોતિષ્ઠ દેવોમાં તેઓ અલ્પ સંખ્યક છે. પ્રત્યેક ચંદ્ર અને સૂર્યના પરિવારમાં ૨૮-૨૮ નક્ષત્ર હોય છે તેથી તે સંખ્યાત ગુણ અધિક છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્ય પરિવારમાં ગ્રહો ૮૮-૮૮ હોય છે તેથી તે પણ સંખ્યાત ગુણા વધુ છે. ગ્રહો નક્ષત્ર કરતાં સાધિક ત્રણ ગુણા વધુ છે અને ચંદ્ર-સૂર્ય કરતાં ૮૮ ગુણા વધુ છે. પ્રત્યેક ચંદ્ર-સૂર્ય પરિવારમાં તારાઓ ૬૬,૯૭૫ ક્રોડાક્રોડી હોય છે તેથી સંખ્યાત ગુણા અધિક કહ્યા છે.
॥ અઢારમું પ્રાભૂત સંપૂર્ણ