________________
૩૫૮
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રક્ષપ્તિ સૂત્ર
ઓગણીસમું પ્રાભૂત
પરિચય OROOOOOOR
પ્રસ્તુત ઓગણીસમા પ્રાભૂતમાં છે. મધ્યલોકના અસંખ્ય દ્વીપ-સમુદ્રોનો આયામ વિખુંભ, પરિધિ તથા તેમાં જ્યોતિષ્ક વિમાનોની સંખ્યા(સૂરિયા ર્ફે આહિયા-૨/૨/૩)નું પ્રતિપાદન છે. અઢીદ્વીપ :– મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. તેમાં મધ્યમાં જંબુદ્વીપ છે. તેને ફરતે ક્રમશઃ લવણ સમુદ્ર, ધાતકીખંડ દ્વીપ, કાલોદધિ સમુદ્ર, પુષ્કરદ્વીપ છે.
પુષ્કરદ્વીપની મધ્યમાં ગોળાકારે માનુષોત્તર પર્વત સંસ્થિત છે. આ રીતે જંબુદ્વીપ, ધાતકીખંડ દ્વીપ, આ બે દ્વીપ અને અર્ધપુષ્કરદ્વીપ એટલે અઢીદ્વીપ અને લવણ સમુદ્ર તથા કાલોદધિ સમુદ્ર, આ બે સમુદ્ર પર્યંતના અઢીદ્વીપ ક્ષેત્રને મનુષ્યક્ષેત્ર અથવા સમયક્ષેત્ર કહે છે.
અઢીદ્વીપમાં જ્યોતિષ્ક વિમાન :– જંબુદ્રીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે, જંબુદ્રીપમાં બે ચંદ્ર-સૂર્યના પરિવાર રૂપ પદ્ર નક્ષત્ર, ૧૭૬ ગ્રહ અને ૧,૩૩,૯૫૦ ક્રોડાક્રોડી તારા વિમાનો છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર-ચાર સૂર્ય, ધાતકી ખંડદ્વીપમાં બાર ચંદ્ર-બાર સૂર્ય, કાલોદધિ સમુદ્રમાં બેતાલીસ ચંદ્ર—બેતાલીસ સૂર્ય, અર્ધપુષ્કરદ્વીપમાં બોતેર ચંદ્ર-બોતેર સૂર્ય છે. આ રીતે મનુષ્યક્ષેત્રમાં કુલ ૧૩૨ ચંદ્ર, ૧૩૨ સૂર્ય અને તેના પરિવાર રૂપે ૧૧,૬૧૬ ગ્રહો ૩,૬૯૬ નક્ષત્રો અને ૮૪,૪૦,૭૦૦ ક્રોડાક્રોડી તારા વિમાનો છે. બે ચંદ્ર, બે સૂર્ય, ૫૬ નક્ષત્ર, ૧૭૬ ગ્રહનું એક પિટક કહેવાય છે. જંબૂદ્વીપમાં ૧ પિટક છે. લવણ સમુદ્રમાં બે પિટક છે. અઢીદ્વીપમાં કુલ ૬૬ પિટક છે. પિટક રૂપે અઢીદ્વીપમાં ચંદ્રાદિની સંખ્યા દર્શાવવાની એક વિશિષ્ટ કથન પતિ છે. અઢીદ્વીપમાં તે જ્યોતિષ્ક વિમાનો નિરંતર જંબુદ્રીપના મેરુપર્વતને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરી રહ્યા છે. અઢીદ્વીપમાં સૂર્યના પરિભ્રમણથી દિવસ-રાત થાય છે અને તેના પ્રકાશક્ષેત્રમાં ન્યૂનાધિકતા થતી રહે છે. ચંદ્રના પરિભ્રમણથી એકમ, બીજ આદિ તિથિઓ તથા કૃષ્ણપક્ષ-શુક્લપક્ષ થાય છે.
ગતિશીલ ચંદ્ર-સૂર્યના તાપક્ષેત્રનું સંસ્થાન કંદબપુષ્પ જેવું છે. સૂર્યનું પ્રકાશક્ષેત્ર મેરુ પર્વતની સમીપે સાંકડું અને લવણ સમુદ્ર સમીપે પહોળું હોય છે.
અઢીદ્વીપની બહારના દ્વીપ સમુદ્રોમાં જ્યોતિષ્ક વિમાનો :– બાહ્ય પુષ્કરદ્વીપ, પુષ્કર સમુદ્ર આદિ અસંખ્ય દ્વીપ-સમુદ્ર છે. તેમાં ચૌદમા કુલ કુંડલાવરાવભાસ દ્વીપ-કુંડલાવરાવભાસ સમુદ્ર સુધીના દ્વીપ-સમુદ્રો સંખ્યાત યોજન વિસ્તૃત છે અને તેમાં સંખ્યાત ચંદ્ર-સૂર્ય આદિ છે. પંદરમા રુચક દ્વીપથી અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંતના સમુદ્રો અસંખ્યાત યોજન વિસ્તૃત છે અને તેમાં અસંખ્યાત ચંદ્ર-સૂર્ય આદિ છે.
તે વિમાનો ગતિશીલ નથી, કાયમ માટે પોતાના સ્થાને સ્થિત રહે છે. તેથી અઢીદ્વીપની બહાર રાત-દિવસ, આદિ કોઈપણ પ્રકારનું પરિવર્તન થતું નથી. ત્યાં વર્તુળાકારે એક ચંદ્ર, એક સૂર્ય, તે રીતે સૂર્ય ચંદ્રાંતરિત અને ચંદ્ર સૂર્યાંતરિત છે. બે સૂર્ય વચ્ચે એક ચંદ્ર હોય છે અને બે ચંદ્ર વચ્ચે એક સૂર્ય હોય છે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે ૫૦,૦૦૦ યોજનનું અંતર હોય છે અને બે સૂર્ય વચ્ચે કે બે ચંદ્ર વચ્ચે એક લાખ યોજનનું અંતર છે.