________________
પ્રાકૃત-૧૮
૩૫૫
જઘન્ય પરિસ્થિતિ પલ્યોપમના ચોથા ભાગની, ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. પ્રશ્ન- ચંદ્ર વિમાન વાસી દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– ચંદ્ર વિમાનવાસી દેવીઓની જઘન્ય સ્થિતિ પલ્યોપમના ચોથા ભાગની, ઉત્કૃષ્ટ સ્થિતિ પચાસ હજાર વર્ષ અધિક અર્ધ પલ્યોપમની છે.
२८ ता सूरविमाणे णं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? ता जहणेणं चउब्भागपलिओवमं, उक्कोसेणं पलिओवमं वाससहस्सब्भहियं । ता सूरविमाणे णं देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? ता जहण्णेणं चउब्भागपलिओवमं, उक्कोसेणं अद्ध पलिओवमं पंचहिं वाससएहिं अब्भहियं ।
ભાવાર્થ:પ્રશ્ન- સૂર્ય વિમાનવાસી દેવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- સૂર્ય વિમાનવાસી દેવોની જઘન્ય સ્થિતિ પલ્યોપમના ચોથા ભાગની, ઉત્કૃષ્ટ સ્થિતિ હજાર વર્ષ અધિક એક પલ્યોપમની છે.
પ્રશ્ન- સૂર્ય વિમાનવાસી દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- સૂર્ય વિમાનવાસી દેવીઓની જઘન્ય સ્થિતિ પલ્યોપમના ચોથા ભાગની, ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચસો વર્ષ અધિક અર્ધ પલ્યોપમની છે.
२९ ता गहविमाणे णं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? ता जहण्णेणं चउब्भागपलिओवमं, उक्कोसेणं पलिओवमं । ता गहविमाणे णं देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? ता जहण्णेणं चउब्भागपलिओवमं, उक्कोसेणं अद्धपलिओवमं । ભાવાર્થ:- પ્રશ્ન- ગ્રહ વિમાનવાસી દેવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- ગ્રહ વિમાનવાસી દેવોની જઘન્ય સ્થિતિ પલ્યોપમના ચોથા ભાગની, ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમની છે.
પ્રશ્ન- ગ્રહ વિમાનવાસી દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- ગ્રહ વિમાનવાસી દેવીઓની જઘન્ય સ્થિતિ પલ્યોપમના ચોથા ભાગની, ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધપલ્યોપમની છે.
३० ता णक्खत्तविमाणे णं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? ता जहणेणं चउब्भागपलिओवमं, उक्कोसेणं अद्धपलिओवमं । ता णक्खत्तविमाणे णं देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? ता जहण्णेणं चअट्ठभागपलिओवमं, उक्कोसेणं उब्भागपलिओवमं ।
ભાવાર્થ:પ્રશ્ન- નક્ષત્ર વિમાનવાસી દેવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- નક્ષત્ર વિમાનવાસી દેવોની જઘન્ય સ્થિતિ પલ્યોપમના ચોથા ભાગની, ઉત્કૃષ્ટ સ્થિતિ અર્ધ પલ્યોપમની છે.
પ્રશ્ન—નક્ષત્ર વિમાનવાસી દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– નક્ષત્ર વિમાનવાસી દેવીઓની જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના ચોથા ભાગની છે.
३१ ता ताराविमाणे णं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? ता जहण्णेणं अट्ठभागपलिओवमं, उक्कोसेणं चउब्भागपलिओवमं । ता ताराविमाणे णं देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? ता जहण्णेणं अट्ठभागपलिओवमं, उक्कोसेणं साइरेगअट्ठभागपलिओवमं ।