________________
૩૫૪ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રશપ્તિ સૂત્ર
પોતાના અંતઃપુરની અગ્રમહિષીઓ સાથે દિવ્ય ભોગ ભોગવી શકતા નથી ? ઉત્તર- જ્યોતિષેન્દ્ર
જ્યોતિષરાજ ચંદ્ર દેવના ચંદ્રાવતંસક વિમાનની સુધર્મા સભામાં માણવક નામના ચૈત્ય સ્તંભ ઉપર વજમય ગોળ ડબ્બામાં અનેક જિન દાઢાઓ રાખેલી હોય છે. જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર અને અન્ય જ્યોતિષ દેવ-દેવીઓ માટે તે અર્ચનીય યાવતુ પપાસનીય છે, તેથી જ્યોતિષેન્દ્ર, જ્યોતિષરાજ ચંદ્ર દેવ ચંદ્રાવતંસક વિમાનની સુધર્મા સભામાં અગ્રમહિષીઓની સાથે દિવ્ય ભોગ-ભોગવતા નથી.
ચંદ્રાવતંસક વિમાનની સુધર્મા સભામાં ચંદ્રસિંહાસન પર સ્થિત ચંદ્ર દેવ પોતાના ચાર હજાર સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પરિષદ, સાત સેનાઓ, સાત સેનાધિપતિઓ, સોળ હજાર આત્મરક્ષક દેવો તથા અનેક જ્યોતિષી દેવ-દેવીઓ સાથે નાટય, ગીત, વીણા વગેરે વાધના તલ–તાલ અને ત્રુટિત, ઘન, મૃદંગના ધ્વનિઓ દ્વારા દિવ્ય ભોગ-ભોગવવામાં સમર્થ થઈ શકે છે, પરંતુ મૈથુનરૂપ ભોગ ભોગવી શકતા નથી. २५ ता सूरस्स णं जोइसिंदस्स जोइसरण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ? ता चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- सूरप्पभा, आतवा, अच्चिमाली, पभंकरा, सेसं जहा चंदस्स, णवरं सूरवडेंसए विमाणे जाव णो चेव णं मेहुणवत्तियाए । ભાવાર્થ :- પ્રશ્ન- જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ સૂર્ય દેવની કેટલી અગ્રમહિષીઓ છે? ઉત્તર- સુર્યેન્દ્રને ચાર અગ્રમહિષીઓ છે, જેમ કે– (૧) સૂરપ્રભા (૨) આપા (૩) અર્ચિમાલી (૪) પ્રભંકરા. શેષ સર્વ વર્ણન ચંદ્રની સમાન છે. વિશેષતા એ છે કે અહીં સૂર્યાવતંસક વિમાન કહેવું યાવતું મૈથુન સેવન કરી શકતા નથી.
જ્યોતિષ્ક દેવોની સ્થિતિ :२६ ता जोइसिया णं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? ता जहण्णेणं अट्ठभागपलिओवमं, उक्कोसेणं पलिओवमं वाससयसहस्समब्भहियं ।ता जोइसिणीणं देवीणं केवइयं कालं ठिई पण्णत्ता? ता जहण्णेणं अट्ठभागपलिओवमं, उक्कोसेणं अद्धपलिओवमं पण्णासाए वाससहस्सेहिं अब्भहियं । ભાવાર્થ - પ્રશ્ન- જ્યોતિષ્ક દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે.
પ્રશ્ન- જ્યોતિષ્ક દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- જઘન્ય પલ્યોપમના આઠમા ભાગની, ઉત્કૃષ્ટ પચાસ હજાર વર્ષ અધિક અર્ધ પલ્યોપમની છે. २७ ता चंदविमाणे णं देवाणं केवइयं कालं ठिई पण्णत्ता ? ता जहण्णेणं चउब्भागपलिओवमं, उक्कोसेणं पलिओवमं वाससयसहस्सब्भहियं । ता चंदविमाणे णं देवीणं केवइयं कालं ठिई पण्णत्ता ? ता जहण्णेणं चउब्भागपलिओवमं, उक्कोसेणं अद्धपलिओवमं पण्णासाए वाससहस्सेहिं अब्भहियं । ભાવાર્થ :- પ્રશ્ન- ચંદ્ર વિમાનવાસી દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- ચંદ્ર વિમાનવાસી દેવોની