________________
પ્રાભૃત-૧૮
.
૩૪૭ |
મુલાયમ, સોનેરી રેતી પથરાયેલી રહે છે, તે વિમાન સુંદર, સુખદ સ્પર્શવાળું, શોભાયુક્ત, પ્રાસાદીય, દર્શનીય, રમણીય અને ઘાટીલું છે.
સૂર્ય વિમાન, ગ્રહ વિમાન, નક્ષત્ર વિમાન અને તારા વિમાનના આકાર ચંદ્ર વિમાન જેવા જ છે. વિવેચન :જ્યોતિષ્ક વિમાન સંસ્થાન
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્રાદિ જ્યોતિક વિમાનના સંસ્થાન-આકારનું તથા વિમાનના સ્વરૂપનું વર્ણન છે.
સર્વ જ્યોતિષ્ક દેવોના વિમાનો અર્ધ કોઠા કે અર્ધ બિજોરાના આકારે છે. આ જ્યોતિષ્ક વિમાનોની અર્ધ કોઠાના આકારવાળી પીઠ ઉપર જ્યોતિષ્ક દેવોના પ્રાસાદો-મહેલો ચઢતા-ઉતરતા ક્રમથી એવી રીતે ગોઠવાયેલા છે કે તેના શિખરના ભાગો લગભગ ગોળાકાર બની જાય છે અને તેથી જ ઉદય-અસ્ત સમયે તે વિમાનો ગોળાકાર રૂપે જ દેખાય છે. મધ્યાહ્ન સમયે તો મસ્તક ઉપર હોવાથી તેનું ગોળાકાર તળીયું દેખાય છે. આ રીતે અર્ધ ગોળાકાર હોવા છતાં અર્ધ ભાગના
પ્રાસાદોની રચનાના કારણે તે ગોળાકાર રૂપે જ દેખાય છે. જ્યોતિષ્ક વિમાનોની લંબાઈ-પહોળાઈઃ१० ता चंदविमाणे णं केवइयं आयाम-विक्खंभेण, केवइयं परिक्खेवेणं, केवइयं बाहल्लेणं पण्णत्ते ? ता छप्पण्णं एगट्ठिभागे जोयणस्स आयाम-विक्खंभेण, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, अट्ठावीसं एगट्ठिभागे जोयणस्स बाहल्लेणं पण्णत्ते। ભાવાર્થ :- પ્રશ્ન-ચંદ્ર વિમાનની લંબાઈ-પહોળાઈ કેટલી છે? પરિધિ કેટલી છે? બાહલ્ય(જાડાઈ) કેટલી છે? ઉત્તર- ચંદ્ર વિમાનની લંબાઈ-પહોળાઈ(વ્યાસ) એક યોજનના એકસઠીયા છપ્પન ભાગ (૫૬ યોજન)ની છે. તેની પરિધિ તેના વ્યાસથી (લંબાઈ–પહોળાઈથી) સાધિક ત્રણગણી (સાધિક ૨૬ યોજન)ની છે અને તેની જાડાઈ એક યોજનના એકસઠીયા અઠયાવીસ ભાગ( યોજન)ની છે. ११ ता सूरविमाणे णं केवइयं आयाम-विक्खंभेणं ? केवइयं परिक्खेवेणं ? केवइयं बाहल्लेणं पण्णत्ते ? ता अडयालीसं एगट्ठिभागे जोयणस्स आयामविक्खंभेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं, चउव्वीसं एगट्ठिभागे जोयणस्सणं बाहल्लेणं पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન– સૂર્યવિમાનની લંબાઈ-પહોળાઈ કેટલી છે? પરિધિ કેટલી છે? જાડાઈ કેટલી છે? ઉત્તર- સુર્યવિમાનની લંબાઈ-પહોળાઈ એક યોજનના એકસઠીયા અડતાલીસભાગ (રૅક યોજન)ની છે. તેની પરિધિ સાધિકત્રણ ગણી (સાધિક ૨ યોજન) અને તેની જાડાઈ એક યોજનના એકસઠભાગોમાંથી ચોવીસભાગ( યોજનની) છે. |१२ ता गहविमाणे णं केवइयं आयाम-विक्खंभेणं ? केवइयं परिक्खेवेणं ?