________________
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રક્ષપ્તિ સૂત્ર
રહીને પરિભ્રમણ કરે છે ? કયા નક્ષત્ર સર્વથી બહાર(સમુદ્ર તરફ) રહીને પરિભ્રમણ કરે છે ? કયા નક્ષત્ર સૌથી ઉપર રહીને અને કયા નક્ષત્ર સૌથી નીચે રહીને ભ્રમણ કરે છે ? ઉત્તર- અભિજિત નક્ષત્ર સૌથી અંદર(મેરુથી નજીક) ભ્રમણ કરે છે; મૂલ નક્ષત્ર સૌથી બહાર(સમુદ્ર તરફ) રહીને, ભ્રમણ કરે છે; સ્વાતિ નક્ષત્ર સૌથી ઉપર અને ભરણી નક્ષત્ર સૌથી નીચે રહીને પરિભ્રમણ કરે છે.
વિવેચનઃ
૩૪૬
પ્રસ્તુત સૂત્રમાં ચાર નક્ષત્રના સ્થાનનું વર્ણન છે. ૨૮ નક્ષત્રો આઠ મંડળ ઉપર રહીને પરિભ્રમણ કરે છે. પ્રથમ મંડળ સર્વાયંતર મંડળમાં અભિજિત, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષ, પૂર્વાભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા, રેવતી, અશ્વિની ભરણી, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની અને રેવતી, આ બાર નક્ષત્રો છે. બીજા મંડળ ઉપર પુનર્વસુ અને મઘા નક્ષત્ર છે, ત્રીજા મંડળ ઉપર કૃત્તિકા, ચોથા મંડળ ઉપર ચિત્રા અને રોહિણી, પાંચમા મંડળ ઉપર વિશાખા; છઠ્ઠા મંડળ ઉપર અનુરાધા, સાતમા મંડળ ઉપર જ્યેષ્ઠા અને આઠમા(સર્વ બાહ્ય) મંડળ ઉપર આર્દ્રા, મૃગશીર્ષ, પુષ્ય, અશ્લેષા, મૂળ, હસ્ત, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢ આ આઠ નક્ષત્રો હોય છે.
આપ્યંતર મંડળ ઉપર ૧૨ નક્ષત્રો છે તેમાંથી અભિજિત નક્ષત્રનું વિમાન મેરુ તરફ થોડું અંદર છે. અર્થાત્ સ્વમંડળની સીમાને છોડીને જંબૂઢીપ(મેરુ) તરફ રહેતું અંદર ચાલે છે. મૂલ નક્ષત્ર સ્વમંડળની સીમાને છોડી અન્ય નક્ષત્રોથી બહાર ચાલે છે અર્થાત્ સર્વ બાહ્ય મંડળના આઠ નક્ષત્રોમાં મૂળ નક્ષત્રનું મંડળ લવણ સમુદ્ર તરફ થોડું વધારે બહાર છે. સ્વાતિ નક્ષત્ર સ્વમંડળના નક્ષત્રોના સપાટીથી થોડું ઊઁચાઈમાં સર્વથી ઉપર ચાલે છે. ભરણી નક્ષત્ર સ્વમંડળ સ્થાનમાં અન્ય નક્ષત્રોની સપાટીથી થોડું નીચે ચાલે છે. જ્યોતિષ્ક વિમાનોનો આકાર :
| ता चंदविमाणे णं किंसंठिए पण्णत्ते ? ता अद्धकविट्ठग-संठाणसंठिए सव्वफालियामए अब्भुगयमूसियपहसिए विविह-मणि रयण भत्तिचित्ते, वाउदधुय-विजय-वेजयंतीपडागा छत्ताइछत्तकलिए, तुंगे गगणतलमणुलिहंत सिहरे, जालंतररयण-पंजरुम्मीलियव्व मणिकणगथू भियागे, वियसिय सयपत्तपुंडरीय-तिलयरयणद्धचंदचित्ते, अंतो बहि च सण्हे, तवणिज्जबालुगापत्थडे सुहफासे सस्सिरीयरूवे पासाईए दरिसणिज्जे अभिरूवे पडिरूवे ।
एवं सूरविमाणे, गहविमाणे, णक्खत्तविमाणे ताराविमाणे ।
ભાવાર્થ:પ્રશ્ન- ચંદ્ર વિમાનનો આકાર કેવો છે ? ઉત્તર- ચંદ્ર વિમાન અર્ધ કોઠાના ફળના આકાર- વાળું, સંપૂર્ણપણે સ્ફટિક રત્નમય, સર્વ દિશામાં વ્યાપ્ત પોતાની પ્રભાથી જાણે હસતું હોય, તેવું લાગે છે. તે વિમાનની દિવાલ ઉપર વિવિધ પ્રકારના મણિઓ અને રત્નો ખીચોખીચ જડેલા છે; છત્રાતિછત્ર (ઉપરા ઉપર સ્થિત છત્રો ઉપર) વિજ્ય—વૈજ્યંતી પતાકાઓ પવનથી લહેરાતી રહે છે; તેના મણિ— કનકમય ઊંચા શિખરો જાણે આકાશને અડે છે; તેની ભીંતોમાં વચ્ચે-વચ્ચે રત્નના જાળિયાઓ છે, તે જાળિયાગત રત્નો જાણે પાંજરામાંથી (કબાટમાંથી) હમણાં જ બહાર કાઢ્યા હોય તેવા શોભે છે; તેની ભીંતો ઉપર વિકસિત શતપત્રોવાળા પુંડરીક કમળો, તિલક અને અર્ધ ચંદ્રકો કોતરેલા છે; તેની અંદર-બહાર