________________
પ્રાભૃત-૧૮
_
૩૪૫]
પરંતુ તે બંનેમાં જે ઋદ્ધિવંત અને પુણ્યશાળી હોય તેની આણ પ્રજા ઉપર વર્તે છે, જેમ બળદેવ અને વાસુદેવની ત્રિખંડરૂપ રાજ્ય ઋદ્ધિ સમાન હોય છે, પરંતુ ત્રિખંડ ઉપર સ્વામીત્વ વાસુદેવનું હોય છે, તેમ નક્ષત્રાદિ ઉપર ચંદ્રનું અધિપતિપણું હોવાથી પ્રસ્તુતમાં નક્ષત્રાદિને ચંદ્રના પરિવાર રૂપે કહ્યા છે. જ્યોતિષ્ક વિમાનોનું મેરુ આદિથી અંતર :
६ ता मंदरस्स णं पव्वयस्स केवइयं अबाहाए जोइसे चारं चरइ ? ता एक्कारस एक्कवीसे जोयणसए अबाहाए जोइसे चार चरइ । ભાવાર્થ:- પ્રગ્ન- તારા રૂપ જ્યોતિષી દેવ વિમાનો મેરુ પર્વતથી કેટલા યોજન દૂર રહીને પરિભ્રમણ કરે છે? ઉત્તર- તારારૂપ જ્યોતિષી દેવ વિમાનો મેરુ પર્વતથી ૧,૧૨૧ યોજન દૂર રહીને પરિભ્રમણ કરે છે. | ७ ता लोअंताओ णं केवइयं अबाहाए जोइसे पण्णत्ते ? ता एक्कारस एक्कारे जोयणसए अबाहाए जोइसे पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- જ્યોતિષી દેવોના વિમાનો લોકાંતથી કેટલા દૂર સ્થિત છે? ઉત્તર- જ્યોતિષી દેવોના વિમાનો લોકાંતથી ૧,૧૧૧ યોજન દૂર સ્થિત છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષ્ક દેવોના વિમાન અને મેરુપર્વત તથા લોકાંત વચ્ચેના અંતરનું કથન છે. તારા વિમાન અને મેરુ વચ્ચેનું અંતર – મેરુપર્વતથી ૧,૧૨૧ યોજન દૂર રહી જ્યોતિષી વિમાનો મેરુને પ્રદક્ષિણા કરે છે. અહીં સૂત્રમાં નો શબ્દથી તારા વિમાનનું ગ્રહણ કરવામાં આવે છે કારણ કે ચંદ્ર, સૂર્ય, ગ્રહ અને નક્ષત્ર મેરુથી ૪૪,૮૨૦ યોજન દૂર રહી ભ્રમણ કરે છે, તેથી અહીં જે ૧,૧૨૧ યોજનનું અંતર કહ્યું છે, તે તારા વિમાનોની અપેક્ષાએ છે, તેમ સમજવું.
મેરુથી જ્યોતિષ મંડળના અંતરનું કથન જંબુદ્વીપના જ્યોતિષી વિમાનોની અપેક્ષાએ છે, તેમ સમજવું જોઈએ. લવણાદિના જ્યોતિષી વિમાનો મેરુથી વધુ દૂરવર્તી છે. લોકાંતથી જ્યોતિષ મંડલનું અંતર - જ્યોતિષી વિમાનોની અંતિમ પંક્તિથી લોકાંત ૧,૧૧૧ યોજન દૂર સ્થિત છે. અઢીદ્વીપની બહાર જ્યોતિષી વિમાનો સ્થિર છે. તેથી જ સૂત્રકારે આ કથનમાં(સૂત્ર સાતમાં) વારં વર૬ શબ્દનો પ્રયોગ કર્યો નથી. નક્ષત્રોનું અત્યંતરાદિ સંચરણ -
८ ता जंबुद्दीवे णं दीवे कयरे णक्खत्ते सव्वभंतरिल्लं चारं चरइ ? कयरे णक्खत्ते सव्वबाहिरिल्ल चार चरइ? कयर णक्खत्ते सव्वुपरिल्ल चार चरइ? कयरे णक्खत्ते सव्वहेट्ठिल्लं चारं चरइ ? ताअभिई णक्खत्ते सव्वब्भंतरिल्लं चारं चरइ, मूले णक्खत्ते सव्वबाहिरिल्लं चारं चरइ, साई णक्खत्ते सव्वुरिल्लं चारं चरइ, भरणी णक्खत्ते सव्वहेट्ठिल्लं चारं चरइ । ભાવાર્થ :- પ્રશ્ન- જંબુદ્વીપ નામના દ્વીપમાં ૨૮ નક્ષત્રમાંથી કયા નક્ષત્ર સર્વથી અંદર(મેરુ તરફ)