________________
[ ૩૪૪ ]
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તારા દેવોની ચંદ્ર-સૂર્ય દેવ કરતા અલ્પ ઋદ્ધિ અને સમદ્ધિના કારણનું નિરૂપણ છે.
જ્યોતિષી દેવોમાં ચંદ્ર અને સૂર્ય ઇન્દ્ર સ્થાને છે. તારારૂપ દેવો ચંદ્ર દેવના પરિવાર રૂપે ઓળખાય છે. જેમ લોકમાં પૂર્વ સંચિત પુણ્યના કારણે કેટલીક વ્યક્તિઓ રાજા ન હોવા છતાં રાજા તુલ્ય વૈભવવાળા કે રાજાથી કંઈક ન્યુન વૈભવવાળા હોય છે, તેમ કેટલાક તારારૂપ દેવો ચંદ્રાદિ જેવી ઋદ્ધિવાળા હોય છે અને કેટલાક તેનાથી કંઈક ન્યૂન ઋદ્ધિવાળા હોય છે. જ્યારે અન્ય કેટલાક તારારૂપ દેવો સામાન્ય મનુષ્યની જેમ અત્યલ્પ ઋદ્ધિવાળા હોય છે.
તારા દેવોની ચંદ્ર કરતા અલ્પ કે તુલ્ય ઋદ્ધિનું કારણ જણાવતા સૂત્રકાર કહે છે કે પૂર્વભવમાં જેણે તપ, નિયમ, બ્રહ્મચર્યાદિનું શ્રેષ્ઠ આચરણ કર્યું હોય તે દેવો ચંદ્રાદિ જેવી કે તેનાથી કંઈક ન્યૂન ઋદ્ધિને પ્રાપ્ત થાય છે અને જેણે તપ, નિયમાદિનું આચરણ ન કર્યું હોય તે ચંદ્રાદિની સરખામણીમાં આવતાં જ નથી. તેઓ કંઈક અલ્પ ઋદ્ધિવાળા કે સમઋદ્ધિવાળા હોતા જ નથી, પરંતુ તે ચંદ્ર-સૂર્યની અપેક્ષાએ અત્યંત અલ્પ, નગણ્ય ઋદ્ધિવાળા હોય છે, તેમ સમજવું જોઈએ. ચંદ્ર-સૂર્ય પરિવાર:
५ ता एगमेगस्स णं चंदस्स देवस्स केवइया गहा परिवारो पण्णत्तो? केवइया णक्खत्ता परिवारो पण्णत्तो? केवइया तारा परिवारो पण्णत्तो? ता एगमेगस्स णं चंदस्स देवस्स अट्ठासीई गहा परिवारो पण्णत्तो, अट्ठावीसं णक्खत्ता परिवारो पण्णत्तो, छावट्टि सहस्साई णव चेव सयाई पंचुत्तराई तारागणकोडिकोडीण परिवारो पण्णत्तो । ભાવાર્થ :- પ્રશ્ન- પ્રત્યેક ચંદ્રદેવોને કેટલા ગ્રહ દેવોનો પરિવાર છે? કેટલા નક્ષત્રોનો પરિવાર છે? અને કેટલા તારાઓનો પરિવાર છે? ઉત્તર- પ્રત્યેક ચંદ્રદેવોને(૮૮) અઠયાસી ગ્રહોનો પરિવાર છે, અઠ્યાવીસ (૨૮) નક્ષત્રોનો પરિવાર છે અને છાસઠ હજાર નવસો પંચોતેર(૬૬૯૭૫) ક્રોડાક્રોડી તારાઓનો પરિવાર છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચંદ્રના પરિવારરૂપ ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સંખ્યાનું કથન છે. પ્રસ્તુતમાં અને જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના સાતમા વક્ષસ્કારના ૧૮૧મા સૂત્રમાં ૨૮ નક્ષત્રો, ૮૮ ગ્રહો અને ૬,૭૯૫ તારાઓને ચંદ્રનો પરિવાર કહ્યો છે. સૂર્યનો પણ તે જ પરિવાર છે. ચંદ્રની જેમ સૂર્યના અલગ પરિવારનું ક્યાંય વિધાન નથી. શ્રી જીવાજીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના જ્યોતિષી દેવાધિકારમાં ગ્રહો, નક્ષત્રો, તારાઓનું અને શ્રી સમવાયાંગ સૂત્રના અઠયાસીમા સમવાયમાં ૮૮ ગ્રહોનું ચંદ્ર-સૂર્ય બંનેના સંયુક્ત પરિવારરૂપે કથન છે. ચંદ્ર-સૂર્ય બંને ઈન્દ્ર છે અને બંનેનો પરિવાર નક્ષત્રાદિ છે, તેમ છતાં ચંદ્ર મહદ્ધિક છે, મહાઋદ્ધિવાન છે. નક્ષત્ર, ગ્રહ, તારાઓ ઉપર સ્વામીપણાની આજ્ઞા ચંદ્રની હોય છે. ઈન્દ્ર બને છે, બંનેનો પરિવાર સમાન છે, પરંતુ પરિવારનું સ્વામીત્વ અને મહદ્ધિકપણું ચંદ્રનું હોય છે.
જેમ એક ક્ષેત્રમાં બે રાજા હોય તો બંનેનો રાજ્ય સુખનો ભોગવટો સમાન હોય, રાજા બંને કહેવાય