________________
પ્રાભૂત-૧૮
.
૩૪૩ |
|
|
જ્યોતિષ્ક દેવ | સમપૃથ્વીથી ઊંચાઈ | જ્યોતિષ્ક વિમાનથી | ઊંચાઈ શુક્રાદિ ગ્રહો ૮૯૧ યોજન
બુધ ગ્રહથી
૩ યોજન ઊંચે બૃહસ્પતિ આદિ ગ્રહો | ૮૯૪ યોજના
શુક્ર ગ્રહથી
૩ યોજન ઊંચે મંગલાદિ ગ્રહો | ૮૯૭ યોજના બૃહસ્પતિ ગ્રહથી
યોજન ઊંચે શનિ આદિ ગ્રહો ૯૦૦ યોજન મંગલ ગ્રહથી
૩ યોજન ઊંચે તારાઓની અલ્પ-તુલ્ય ત્રાદ્ધિનું કારણ:| ३ ता अत्थि णं चंदिम-सूरियाणं देवाणं हिट्ठपि तारारूवा अणुंपि तुल्ला वि? समपि तारारूवा अणुपि तुल्ला वि? उम्पिपि तारारूवा अणुंपि, तुल्ला વિ? તા અસ્થિ ! ભાવાર્થ :- પ્રશ્ન-(૧) શું ચંદ્ર-સૂર્ય વિમાનની નીચેના ક્ષેત્રમાં સ્થિત તારા વિમાનોના દેવો ચંદ્ર-સૂર્ય દેવ કરતા અલ્પ ઋદ્ધિવાળા હોય છે અથવા સમાન ઋદ્ધિવાળા હોય છે? (૨) શું ચંદ્ર-સૂર્ય વિમાનની સમશ્રેણીએ સ્થિત તારા વિમાનોના દેવો ચંદ્ર-સૂર્ય દેવો કરતા અલ્પ ઋદ્ધિવાળા હોય છે અથવા સમાન ઋદ્ધિવાળા હોય છે? (૩) શું ચંદ્ર-સૂર્ય વિમાનની ઉપરના ક્ષેત્રમાં સ્થિત તારા વિમાનોના દેવો ચંદ્ર-સૂર્ય દેવ કરતાં અલ્પઋદ્ધિ- વાળા હોય છે અથવા સમાન ઋદ્ધિવાળા હોય છે? ઉત્તર- હા, તેમ હોય છે. | ४ ता कहं ते चंदिम-सरियाणं देवाणं हिटुपि तारारूवा अणुपि तुल्ला वि? समपि तारारूवा अणुपि तुल्ला वि? उप्पिपि तारारूवा अणुपि तुल्ला वि?
ता जहा-जहा णं तेसि णं देवाणं तव-णियम-बंभचेराई उस्सियाई भवंति तहा-तहा णं तेसिं देवाणं एवं भवति, तं जहा- अणुत्ते वा तुल्लत्ते वा ।।
ता एवं खलु चंदिम-सूरियाणं देवाणं हिटुंपि तारारूवा अणंपि तुल्ला वि, समंपि तारारूवा अणुंपि तुल्ला वि, उप्पिपि तारारूवा अणुंपि तुल्ला वि। ભાવાર્થ :- પ્રશ્ન- (૧) ચંદ્ર-સૂર્ય વિમાનની નીચેના ક્ષેત્રમાં સ્થિત તારા વિમાનના દેવો ચંદ્રાદિ દેવો કરતા શા માટે અલ્પ ઋદ્ધિવાળા અથવા સમાન ઋદ્ધિવાળા હોય છે? (૨) ચંદ્ર-સૂર્ય વિમાનની સમશ્રેણીમાં સ્થિત તારા વિમાનના દેવો ચંદ્રાદિ દેવો કરતા શા માટે અલ્પઋદ્ધિવાળા અથવા સમાન ઋદ્ધિવાળા હોય છે? (૩) ચંદ્ર-સૂર્ય વિમાનની ઉપરના ક્ષેત્રમાં સ્થિત તારા વિમાનના દેવો ચંદ્રાદિ દેવો કરતા શા માટે અલ્પઋદ્ધિ- વાળા અથવા સમાન ઋદ્ધિવાળા હોય છે?
ઉત્તર– જે દેવોએ પૂર્વ ભવમાં કનિષ્ઠ કે શ્રેષ્ઠ રૂપે તપ, નિયમ, બ્રહ્મચર્યાદિનું પાલન કર્યું હોય તે દેવો ચંદ્રાદિ દેવો કરતા કંઈક અલ્પ કે તુલ્ય ઋદ્ધિવાળા હોય છે અને જે દેવોએ પૂર્વ ભવમાં તપ, નિયમ, બ્રહ્મચર્યાદિનું પાલન કર્યું ન હોય તે દેવો ચંદ્રાદિ કરતા કંઈક અલ્પ કે તુલ્ય ઋદ્ધિવાળા હોતા નથી અર્થાત્ તે નગણ્ય ઋદ્ધિવાળા બહુ સામાન્ય દેવ થાય છે.
આ રીતે ચંદ્ર-સૂર્ય વિમાનના દેવ કરતા નીચેના ક્ષેત્રમાં સ્થિત સમશ્રેણીએ સ્થિત અને ઉપરના ક્ષેત્રમાં સ્થિત તારાદેવી અલ્પ કે સમાન ઋદ્ધિવાળા હોય છે.